મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની ચર્ચા સોશિયલ મીડિયા પર ઘણા સમયથી ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે, આ કપલ હવે સાથે નથી. બંને લાંબા સમયથી સાથે જોવા મળ્યા નથી. ત્યારે, આ દરેક ચર્ચાઓનો હવે અંત આવ્યો છે. અર્જુન કપૂરે એક દિવાળી પાર્ટીમાં મલાઈકા સાથેના તેના બ્રેકઅપની પુષ્ટિ કરી છે.
મલાઈકા અને અર્જૂનની જોડી ઘણા સમયથી હેડલાઈન્સમાં છે. કારણ કે, લાંબા સમયથી ડેટ કરી રહેલા મલાઈકા-અર્જૂનના બ્રેકઅપની ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે, લાંબા સમયની ચર્ચાઓ બાદ હવે અર્જુન કપૂરે આખરે મલાઈકા અરોરા સાથેના બ્રેકઅપ પર પોતાનું મૌન તોડ્યું છે. એક્ટરે ગયા સોમવારે રાજ ઠાકરેની દિવાળી પાર્ટીમાં ‘સિંઘમ અગેન’ની સ્ટાર કાસ્ટ સાથે હાજરી આપી હતી. આ સમય દરમિયાન તેણે તેના બ્રેકઅપની પુષ્ટિ કરી છે.
દિવાળી પાર્ટીનો અર્જુન કપૂરનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જ્યારે લોકો તેની સામે મલાઈકાના નામની બૂમો પાડતા જોવા મળે છે ત્યારે અર્જુન કહે છે કે અત્યારે હું સિંગલ છું. રિલેક્સ કરો. આ વીડિયોમાં તે પોતાના લગ્ન વિશે પણ વાત કરતો જોવા મળી છે. આ વર્ષની શરૂઆતમાં પિંકવિલાએ અહેવાલ આપ્યો હતો કે એક સૂત્રએ બતાવ્યું કે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા હવે સાથે નથી. આજે પણ બંને વચ્ચે ખૂબ જ ખાસ સંબંધ છે, પરંતુ હવે તેઓ અલગ થઈ ગયા છે. આ કપલે વર્ષ 2018માં ડેટિંગ શરૂ કર્યું હતું. અરબાઝ ખાનથી છૂટાછેડા લીધા બાદ મલાઈકા તેના કરતા 12 વર્ષ નાના અર્જુન કપૂરને ડેટ કરી રહી હતી. પરંતુ હવે બંનેએ તેમના લાંબા સમયના સંબંધોનો અંત લાવી દીધો છે.
View this post on Instagram
વિડીયો જોતા તો એમ લાગે છે કે અર્જુને આ કદાચ મજાકમાં પાપારાઝીને કહી હોય. તમને શું લાગે છે અચૂક જણાવજો.