જેઠાલાલના ગોકુલધામમાં નવી હસીનાની એન્ટ્રી, જાણો કોણ છે જે વરસાવશે હુસ્નનો કહેર

જો આપણે લોકપ્રિય ટીવી શો વિશે વાત કરીએ, તો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ નું નામ ચોક્કસ લેવામાં આવશે. આ શો છેલ્લા 17 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો દરેક ઘરમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોનું દરેક પાત્ર લોકોને મનોરંજનનો એક ડોઝ આપે છે. હવે આ શોને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

એવા અહેવાલ છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં એક નવી અભિનેત્રી એન્ટ્રી કરવા જઈ રહી છે. તો ચાલો જાણીએ કે આ અભિનેત્રી કોણ છે અને તે શોમાં કયું પાત્ર ભજવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શોમાં એક અભિનેત્રીને કાસ્ટ કરવામાં આવી છે. અન્વી તિવારી શોમાં મોના નામની છોકરીનો રોલ પ્લે કરશે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં કામ કરતા પહેલા, અન્વી તિવારી ઘણા ટીવી શોમાં જોવા મળી છે. તેણે ‘જય જગન્નાથ’, ‘વિઘ્નહર્તા ગણેશ’, ‘કિસ્મત કી લકીરો સે’ જેવા શોમાં કામ કર્યું છે. અન્વીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર શોમાં પોતાની એન્ટ્રીના સમાચારની પુષ્ટિ પણ કરી હતી. ત્યારે હવે અન્વી તિવારીને તારક મહેતામાં જોવા માટે લોકો ખૂબ જ ઉત્સાહિત છે.

હવે જોવાનું એ રહેશે કે અન્વીની પાત્ર લોકોનું કેટલું ધ્યાન ખેંચે છે. અન્વીની વાત કરીએ તો તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ચાહકો સાથે પોતાના અપડેટ્સ શેર કરતી રહે છે. તેણે 2021 માં વિઘ્નહર્તા ગણેશ સાથે ટીવી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યુ હતુ. આ પછી, તે ‘સિર્ફ તુમ’, ‘બરસાતેં’ જેવી ટીવી સિરિયલોમાં જોવા મળી છે.

અન્વીને ‘કિસ્મત કી લકીરો સે’ થી લોકપ્રિયતા મળી હતી. કેટલાક અહેવાલો અનુસાર, અન્વીનું પાત્ર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દરરોજ જોવા નહિ મળે તેના બદલે, વાર્તા મુજબ તે સમયાંતરે ઘણા એપિસોડમાં જોવા મળશે. ગમે તે હોય, મોનાના પાત્રની એન્ટ્રી વાર્તામાં શું અસર કરે છે તે જોવું રસપ્રદ રહેશે.

Shah Jina
error: Unable To Copy Protected Content!