વિરાટ-અનુષ્કાએ બનાવડાવ્યુ તેમના સપનાનું ‘હોલિડે હોમ’, આલીબાગમાં બનેલા આલીશાન બંગલાનો વીડિયો આવ્યો સામે

તાજ મહેલથી કમ નથી વિરાટ-અનુષ્કાનું હોલિડે હોમ, ચાંદીની જેમ ચમકે છે ઘરનો ખૂણે-ખૂણો, તસવીરો જોઇને કહેશો- આની સામે તો કંઇ નથી જલસા-મન્નત

અલીબાગમાં બન્યુ વિરાટ-અનુષ્કાનું નવુ હોલિડે હોમ, 34 કરોડ છે કિંમત- તસવીરોમાં જુઓ આલીશાન બંગલાની ખાસિયત

બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ઇન્ડિયન ક્રિકેટર વિરાટ કોહલી કોઈને કોઈ કારણોસર અવાર નવાર હેડલાઇન્સમાં રહે છે. હાલમાં આ કપલ અલીબાગમાં તેમના નવા બનેલા બંગલા એટલે કે હોલિડે હોમને કારણે હેડલાઇન્સમાં છે. તેમના આ આશિયાનાના ઘણા ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને ટૂંક સમયમાં આ બંગલામાં ગૃહ પ્રવેશ કરશે, જેની તૈયારીઓ પણ ચાલી રહી છે. (તમામ તસવીરો સૌજન્ય : Avās Wellness)

વિરાટ અને અનુષ્કા ટૂંક સમયમાં બાળકો વામિકા અને અકાય કોહલી સાથે અહીં શિફ્ટ થવાના છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનો અલીબાગનો આલીશાન બંગલો બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે, જે તેમની વૈભવી જીવનશૈલીની અદ્ભુત ઝલક આપે છે. સૌથી પહેલા તો એકે અનુષ્કા અને વિરાટના આ વૈભવી બંગલાનું નામ હોલિડે હોમ છે. આર્કિટેક્ચરલ ડાયજેસ્ટ અનુસાર, કપલનું હોલિડે હોમ SAOTA (સ્ટીફન એંટની ઓલ્મેસ્ડાહલ ટ્રુઈન આર્કિટેક્ટ્સ) દ્વારા ફિલિપ ફોશેની મદદથી ડિઝાઇન કરવામાં આવ્યું હતું. તે 8 એકરની જમીન પર બનેલ છે, જેને 2022માં 19 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી.

આ વિલા 10,000 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. આ હોલિડે હોમને ખૂબ જ વૈભવી અને વિચારશીલ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ બંગલામાં એક ટેંપરેચર કંટ્રોલર સ્વિમિંગ પુલ, જકૂજી, ચાર બાથરૂમ, એક બેકસ્પોક કિટન, એક મોટો ગાર્ડન એરિયા, સ્ટાફ ક્વાર્ટર અને કવર્ડ પાર્કિંગ જેવી વિવિધ સુવિધાઓ છે. તેમાં ઇટાલિયન માર્બલ, ટર્કિશ માર્બલ અને પ્યોર સ્ટોન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેની સુંદરતામાં વધુ વધારો કરે છે. જ્યાં કપલ શાંતિપૂર્ણ ક્ષણો સાથે વિતાવી શકે છે.

એટલું જ નહીં, આ ઘરની કિંમત કરોડોમાં હોવાનું કહેવાય છે, જે બિગ બીના ઘર જલસા અને કિંગ ખાનના ઘર મન્નતને ઇંટીરિયર મામલે સખત ટક્કર આપી રહી છે. લિવિંગ રૂમથી બેડરૂમ સુધીનો ભવ્ય વિસ્તાર, બાલ્કનીનો વિસ્તાર. જ્યાં બહારનો નજારો જોવા માટે આગળ એક સોફા સેટ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, દરેક ખૂણામાં સુંદર આરસપહાણની ઝલક જોઈ શકાય છે. આ ઉપરાંત, કેટલાક વાયરલ વીડિયોમાં, બંગલાને ફૂલોથી શણગારેલો જોઈ શકાય છે, જ્યાં પૂજાની તૈયારીઓ ચાલી રહી છે.

ઘરના દરેક ખૂણામાં શાંતિ છે. વિરાટે જુલાઈ 2024માં આ મિલકત વિશે જણાવ્યું હતું, જેમાં તેણે તેના નિર્માણની 12 મહિનાની લાંબી સફરનો ઉલ્લેખ કર્યો હતો.અહેવાલો અનુસાર, કોહલીએ વિલાના બાંધકામ માટે 10.5 કરોડ રૂપિયાથી 13 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.તેણે કહ્યું કે આ બંગલાના આંતરિક ભાગ અને લેન્ડસ્કેપને ખૂબ જ વિચારપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યા છે જેથી તે તેમના વ્યસ્ત જીવનમાંથી રજાઓ ગાળવાનું એક સારું સ્થળ બની શકે.

આ અલીબાગ વિલા કપલના પ્રભાવશાળી રિયલ એસ્ટેટ પોર્ટફોલિયોનો એક ભાગ છે. વિરાટ અને અનુષ્કાના આ બંગલામાં એક વૈભવી બાથરૂમ છે, જેના આંતરિક ભાગમાં હળવા નારંગી રંગના માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ખૂબ જ સુંદર લાગે છે. આ ઉપરાંત આગળના ભાગમાં એક મોટો અરીસો પણ છે. આ સાથે સુંદર ફ્લોરિંગની થોડી ઝલક પણ દેખાય છે.

દિવાલ પર એક રંગીન ચિત્ર મૂકવામાં આવ્યું છે અને તેની સાથે એક નાનો છોડ પણ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત આ વિલામાં ઘણા બેડરૂમ છે, જે ખૂબ જ વૈભવી છે.વિરાટ-અનુષ્કાનું ઘર કોઈ ડ્રિમ હોમથી કમ નથી. ઘરના દરેક ખૂણામાં આરામ, શાંતિ અને આરામની અનુભૂતિ થાય છે. જણાવી દઇએ કે, વિરાટ પાસે ગુરુગ્રામમાં 80 કરોડનો મોટો અને વૈભવી બંગલો છે.

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli)

2017માં લગ્ન પછી અનુષ્કા અને વિરાટ બે બાળકોના પેરેન્ટ્સ છે. પુત્રી વામિકાનો જન્મ 2021માં થયો હતો, જ્યારે પુત્ર અકાયનો જન્મ ફેબ્રુઆરી 2024માં થયો હતો. હાલમાં વિરાટ-અનુષ્કા મુંબઈમાં 7,171 ચોરસ ફૂટમાં ફેલાયેલા ઘરમાં રહે છે, જેની કિંમત 34 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

 

View this post on Instagram

 

A post shared by Avās Wellness (@avaswellness)

Shah Jina