પતિ વિરાટ કોહલી સાથે વેકેશન મનાવવા નીકળી અનુષ્કા શર્મા, એરપોર્ટ પર ક્યુટ કપલે જીતી લીધુ ચાહકોનું દિલ, યુઝર્સે પૂછ્યુ- વામિકા ક્યાં છે ?

બોલિવુડની સૌથી ફેવરેટ કપલમાંના એક અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ચાહકો દેશ અને દુનિયામાં છે. આમ તો કપલને સાથે ખૂબ જ ઓછા સ્પોટ કરવામાં આવે છે. પરંતુ જયારે પણ તેઓ સાથે સ્પોટ થાય છે ત્યારે તેમની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પળવારમાં જ વાયરલ થઇ જાય છે. બંને જ્યારે પણ સાથે જોવા મળે ત્યારે કપલ ગોલ્સ સેટ કરતા નજર આવે છે. જ્યારે પણ બંનેને સાથે જોવામાં આવે ત્યારે ચાહકો ખુશ થઇ જાય છે. કપલની એક ઝલક મેળવવા માટે ચાહકો ખૂબ જ ઉત્સુક રહેતા હોય છે.

ત્યારે હાલમાં વિરાટ-અનુષ્કાને એરપોર્ટ પર સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા.આ દરમિયાન તેમણે પેપરાજીને પોઝ પણ આપ્યા હતા. જે તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. બુધવારના રોજ સવારે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને મુંબઇ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. બંનેને એરપોર્ટ પર સાથે જોતા જ પેપરાજીએ તરત પોતાના કેમેરા એક્ટિવ કરી લીધા અને બંનેની તસવીરો તેમજ વીડિયો કેમેરામાં કેદ કરી લીધા.

હવે પેપરાજીએ આ ક્યુટ કપલની તસવીરો ક્લિક કરી હતો તો ચોક્કસથી તે વાયરલ તો થવાની જ હતી ને…આ વખતે અનુષ્કા અને વિરાટે સૂકુનથી ઊભા રહી પેપરાજીને ક્યુટ પોઝ આપ્યા હતા. બંનેના લુકની વાત કરીએ તો, અનુષ્કા શર્માએ ગ્રીન શર્ટ સાથે ડેનિમ શોર્ટ્સ કેરી કર્યા હતા અને તેણે આ સાથે વ્હાઇટ શુઝ મેચ કર્યા હતા. આ લુકમાં અનુષ્કા એકદમ સ્ટાઇલિશ લાગી રહી હતી.

ત્યાં વિરાટ કોહલીએ પિંક ટી શર્ટ સાથે ટ્રાઉઝર પહેર્યુ હતુ, જેમાં તે એકદમ ખેલાડીવાળી સ્ટાઇલમાં જોવા મળ્યો હતો. જો કે, વિરાટ અને અનુષ્કા સાથે તેમની દીકરી વામિકા જોવા મળી ન હતી. તસવીરો અને વીડિયો વાયરલ થયા બાદ કેટલાક યુઝર્સ પૂછતા જોવા મળ્યા કે દીકરી ક્યા છે ?

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જણાવી દઇએ કે, અનુષ્કા શર્મા જલ્દી જ ચકદા એક્સપ્રેસથી મોટા પડદા પર વાપસી કરવા જઇ રહી છે. અનુષ્કાના કમબેકની બધા આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.  અનુષ્કા આ ફિલ્મમાં ભારતીય મહિલા ક્રિકેટરના પાત્રમાં નજર આવવાની છે.

Shah Jina