ટીવી એક્ટ્રેસ અનુષ્કા સેન ઘણીવાર તેના બોલ્ડ લુક્સને કારણે સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં છવાયેલી રહે છે. અનુષ્કા સેનની ફેન ફોલોઈંગ સમય સાથે સતત વધી રહી છે. અનુષ્કા સેન હાલમાં ભરપૂર મજા માણી રહી છે, અને વેકેશન એન્જોય કરી રહી છે. હાલમાં જ તેણે મોનોકિની પહેરીને સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું હતુ.

ત્યારે હવે અનુષ્કાએ કેટલીક વધુ તસવીરો શેર કરીને ચાહકોના હૃદયના ધબકારા વધારી દીધા છે. અનુષ્કા સેન તેના લેટેસ્ટ ફોટોઝમાં બ્લૂ મોનોકિનીમાં જોવા મળી રહી છે. અનુષ્કા સેન મોનોકિની પહેરીને પાણીમાં આગ લગાવી રહી છે. તેણે કેમેરા સામે ઘણા પોઝ આપ્યા છે. આ દરમિયાન અનુષ્કા સેન તળાવમાં કાચબાઓ સાથે સમય વિતાવતી પણ જોવા મળે છે.

અનુષ્કા સેન મોનોકિનીમાં તેનું ફિગર ફ્લોન્ટ કરી રહી છે. 22 વર્ષની ઉંમરે અનુષ્કા સેનની આ સ્ટાઇલ ચાહકોના દિલ જીતી રહી છે. ચાહકોને આશ્ચર્ય થઇ રહ્યું છે કે કાચબાને જોયા પછી અનુષ્કા સેન બિલકુલ ડરી નહિ, તેનાથી વિપરીત તે કાચબાઓને હાથથી સ્પર્શ કરવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી.

જણાવી દઈએ કે અનુષ્કા સેન હાલમાં તાન્ઝાનિયામાં વેકેશનનો આનંદ માણી રહી છે. અનુષ્કા સતત પોતાના વેકેશનના ફોટોઝ ચાહકો સાથે શેર કરી રહી છે. અનુષ્કાએ કોમેન્ટ સેક્શન બંધ રાખ્યો છે. આવી સ્થિતિમાં ચાહકો સમજી શકતા નથી કે અનુષ્કા સેને આવું કેમ કર્યું. બધા જાણે છે કે અનુષ્કા સેનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખૂબ જ મોટી ફેન ફોલોઇંગ છે.

પોતાની ખ્યાતિના આધારે અનુષ્કા સેનને કે-ડ્રામામાં પણ કામ કરવાની તક મળી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, અભિનેત્રી બાલવીર, ખતરોં કે ખિલાડી 11, યહાં મેં ઘર ઘર ખેલી, દેવોં કે દેવ… મહાદેવ, ઝાંસી કી રાની, અપના ટાઇમ ભી આયેગા જેવા શોમાં જોવા મળી છે.

અનુષ્કાએ ઘણા હિટ મ્યુઝિક વીડિયો અને OTT પ્લેટફોર્મ પર કામ કર્યું છે. તે બાળપણથી જ ટીવી ઇન્ડસ્ટ્રીનો ભાગ રહી છે. તેનો પહેલો શો ‘યહાં મેં ઘર ઘર ખેલી’ હતો. તેને ‘ઝાંસી કી રાની’ શોથી ખ્યાતિ મળી. આ સીરિયલમાં તેણે જોરદાર અભિનય કર્યો હતો.