છેલ્લા કેટલાક સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હસીનાઓ માટે એક ખાસ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે અને એ છે ‘નેશનલ ક્રશ’. અત્યાર સુધી શ્રદ્ધા કપૂરથી લઈને રશ્મિકા મંદાના અને તૃપ્તિ ડિમરી સુધી કેટલીક નેશનલ ક્રશ બની છે, પરંતુ હવે આ લિસ્ટમાં વધુ એક નામ સામેલ થયુ છે. રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ રીલિઝ થયા બાદથી તૃપ્તિ ડિમરી નેશનલ ક્રશ બની હતી અને હવે વર્ષ 2024માં નવી નેશનલ ક્રશ સામે આવી છે. જો કે, આ નેશનલ ક્રશ બોલિવૂડની નહીં પરંતુ સાઉથ સિનેમાની છે.
એક ફિલ્મ સ્ટાર્સનું જીવન કેવી રીતે બદલી નાખે છે તેનું નવીનતમ ઉદાહરણ સાઉથની ટિલ્લુ સ્ક્વેર ફેમ અભિનેત્રી અનુપમા પરમેશ્વરન છે. તેની આ ફિલ્મે રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. ફિલ્મમાં અનુપમા પરમેશ્વરનના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. અનુપમાએ આ ફિલ્મમાં કિસિંગ અને ઈન્ટિમેટ સીન આપીને ઘણી હેડલાઈન્સ બનાવી હતી.
આ ફિલ્મ બાદ તો અભિનેત્રીએ તેની ફી પણ વધારી નાખી છે. કહેવામાં આવી રહ્યું છે કે પહેલા અનુપમા પરમેશ્વરન એક ફિલ્મ માટે 1 કરોડ રૂપિયા લેતી હતી, પરંતુ હવે સમાચાર છે કે અભિનેત્રીએ હવે ફી વધારીને 2 કરોડ કરી દીધી છે. આવનારા સમયમાં તે એક-બે નહિ પણ ત્રણ મોટા પ્રોજેક્ટ્સમાં જોવા મળશે. અનુપમાની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો, તે હનુ-માન ડાયરેક્ટર પ્રશાંત વર્માની ઓક્ટોપસમાં નજર મળશે.
આ સિવાય તે પ્રવીન કાંદરેગુલાની ફિલ્મ પરદામાં પણ જોવા મળશે, જેની પ્રથમ ઝલક તાજેતરમાં જ રીલિઝ થઇ હતી. આ સિવાય અનુપમા એઆર જીવાની ફિલ્મમાં પણ કામ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે દરેક ફિલ્મમાં એકદમ હટકે પાત્રમાં જોવા મળશે. જે ફિલ્મથી અનુપમા સ્ટાર બની ગઇ તે ટિલ્લુ સ્ક્વેર 29 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી, જેનું બજેટ લગભગ 40 કરોડ હતું પણ આ તેલુગુ ફિલ્મે બોક્સ ઓફિસ પર 130 કરોડથી પણ વધુનું કલેક્શન કર્યું હતું.
એટલું જ નહીં, આ ફિલ્મ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે અને દર્શકો તેને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર હિન્દીમાં પણ જોઈ શકાય છે.નેટફ્લિક્સ પર ફિલ્મ રિલીઝ થયા બાદ અભિનેત્રીના અંતરંગ દ્રશ્યો ધરાવતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. તે હવે દેશની નવી નેશનલ ક્રશ બની ગઈ છે.
અનુપમા પરમેશ્વરન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ઇન્સ્ટાગ્રામ પર તેને 16 મિલિયન ફોલોઅર્સ છે. અનુપમા પરમેશ્વરને 19 વર્ષની ઉંમરે સાઉથ સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું. 28 વર્ષની અનુપમા કેરળની છે અને તેણે તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે 2015માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પ્રેમમ’થી અભિનયની શરૂઆત કરી હતી. તે સમયે તે 19 વર્ષની હતી.