રામમય થયુ મુકેશ અંબાણીનું ઘર, નીતા-મુકેશ અંબાણીનું એન્ટીલિયા રામભક્તિમાં ડૂબ્યુ…જુઓ તસવીરો અને વીડિયો

મુંબઇમાં મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયાની આવી સજાવટ, ગુંજી રહ્યા છે જય શ્રી રામ, તસવીરો જોઇ આંખો ફાટી જશે

‘રામ’ નામથી સજાવવામાં આવ્યુ મુકેશ અંબાણીનું ઘર ‘એંટીલિયા’, વીડિયો અને તસવીરો મન મોહી લેશે

યુપીના અયોધ્યામાં રામ મંદિરના અભિષેકને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. આજે રામલલા અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થયા. રામલલાના અભિષેક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો. આવી સ્થિતિમાં દેશનો દરેક ખૂણો રામમય દેખાઈ રહ્યો છે.

દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર ‘એન્ટીલિયા’ને પણ ભગવાન રામની થીમ પર શણગારવામાં આવ્યું છે. ‘એન્ટિલિયા’ને જય શ્રી રામ અને લાઇટિંગ દ્વારા શણગારવામાં આવ્યુ. આ દરમિયાન રાતનો નજારો ખૂબ જ સુંદર હતો. રામ મંદિરની પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને રિલાયન્સ દ્વારા એન્ટિલિયામાં વિશાળ ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું.

આ ભોજન સેવા રામ મંદિરના ઉદ્ઘાટનની ઉજવણી માટે કરવામાં આવી. 27 માળની બિલ્ડિંગ એન્ટીલિયામાં લગાવવામાં આવેલ લાઈટોની ખાસ વાત એ છે કે તેમાંથી ‘જય શ્રી રામ’ના અવાજો આવી રહ્યા છે. એન્ટિલિયામાં લગાવવામાં આવેલી હોલોગ્રામ લાઇટ અને લેમ્પ જોવા માટે દૂર-દૂરથી લોકો ત્યાં પહોંચ્યા અને તસવીરો ક્લિક કરી.

મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા છે, તેમને અયોધ્યા રામ મંદિરના ભવ્ય અભિષેક સમારોહ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેઓ તેમની પત્ની નીતા અંબાણી તેમજ તેમના દીકરા સાથે અયોધ્યા પહોંચ્યા પણ હતા. એન્ટિલિયામાં કરવામાં આવેલી સજાવટ સિવાય બીજી ખાસ વાત એ છે કે એન્ટિલિયાની સામેના આખા રસ્તાને સજાવવામાં આવ્યો છે.

મુકેશ અંબાણીએ એન્ટિલિયા ખાતેના તેમના ઘર અને અલ્ટા માઉન્ટ રોડ પર રોડની બંને બાજુ સજાવટ કરાવી છે.ઉલ્લેખનીય છે કે, સામાન્ય લોકો 23 જાન્યુઆરીથી રામલલાના દર્શન કરી શકશે. અભિષેક પહેલા નવનિર્મિત રામ મંદિરને મહેલની જેમ સજાવવામાં આવ્યું. આખા પ્રાંગણને ફૂલો અને પાંદડાઓથી શણગારવામાં આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ સાથે, લાઇટના પ્રકાશથી મંદિર ખૂબ જ ભવ્ય અને આકર્ષક લાગે છે. તમને જણાવી દઈએ કે મંદિરના ગર્ભગૃહમાં માત્ર રામલલાની મૂર્તિ જ સ્થાપિત કરવામાં આવશે. ત્યાં, ભગવાન રામ સાથે લક્ષ્મણ, માતા જાનકી, ભરત, શત્રુઘ્ન અને હનુમાનજીનું મંદિર પ્રથમ તલ પર હશે.

Shah Jina