આંટીને લઇ ગયા વેક્સિન મુકાવવા,ત્યાં આંટીએ જે ધમાલ મચાવી તે વીડિયો જોઈને તમે પણ પેટ પકડીને હસવા લાગશો

કોરોનાથી બચવા માટેનો એક માત્ર ઉપાય વેક્સિન છે. સોશિયલ મીડિયામાં ઘણા લોકો વેક્સિન લીધા બાદ પોતાની તસવીરો શેર કરતા હોય છે. ઘણા એવા પણ કિસ્સાઓ જોવા મળે છે જે જોઈને આપણું હસવું પણ છૂટી જતું હોય છે. ઘણા લોકોને ઈન્જેક્શનની બીક લાગે છે અને તે દરમિયાનના ફની વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે.

હાલ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક માસી વેક્સિન લેવા માટે તો ગયા પરંતુ ત્યાં જે થયું તે જોઈને કોઈને પણ હસવું આવી જાય. આ માસી વેક્સિન લેતા સમયે જ ઇન્જેક્શનથી ડરવા લાગે છે અને રડવા પણ લાગે છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ માસી વેક્સિન મુકનાર વ્યક્તિને કહે છે કે ધીમે મુકજો. અને વેક્સિન મુકનાર વ્યક્તિ પણ તેમને કહે છે કે ખુબ જ ધીમેથી મુકીશ, પરંતુ માસીને તો શાંતિ નથી વળતી અને તે તો નાના બાળકની જેમ રડવા લાગે છે. જયારે તેમને વેક્સીન મુકવામાં આવે છે ત્યારે પણ તે નાના બાળકની જેમ ખુબ જ ઊંચા નીચા થઇ જાય છે અને જોર જોરથી રડવા પણ લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સનું હસવું તો નથી જ રોકાઈ રહ્યું, પરંતુ વીડિયોમાં દેખાતા માસીની સાથે આવેલી મહિલાઓ અને ત્યાંનો સ્ટાફ તેમજ બીજા હાજર લોકો પણ પોતાનું હસવું નથી રોકી રહ્યા. તમે પણ આ વીડિયો જોઈને હસવું નહીં રોકી શકો તેની ગેરંટી.

Niraj Patel