અંબાણી પરિવાર હંમેશા ચર્ચામાં રહેતો હોય છે અને તેમાં પણ મુકેશ અંબાણી અને તેના પરિવારના સદસ્યો હંમેશા લાઇમ લાઇટમાં પણ છવાયેલા રહેતા હોવા મળે છે. પરંતુ અંબાણી પરિવારનો બીજો એક ભાગ મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી પણ છે અને તેમના જીવન સાથે જોડાયેલી ઘણી બાબતો પણ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનતી હોય છે. દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને ટીના અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણી ઘોડી પર ચઢવા માટે તૈયાર છે. અનમોલ અંબાણી ક્રિશા શાહ સાથે લગ્ન કરવાના છે, જે તેની લોન્ગટાઇમ ગર્લફ્રેન્ડથી મંગેતર બની ગઈ છે અને તેમના લગ્નની વિધિઓ પણ શરૂ થઈ ગઈ છે.
અનિલ અંબાણી અને ટીના અંબાણીના મોટા પુત્ર જય અનમોલે ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી પ્રારંભિક અભ્યાસ પૂરો કર્યો છે. તેણે યુકેની વોરવિક બિઝનેસ સ્કૂલમાંથી એમબીએ કર્યું છે. અભ્યાસ પૂર્ણ કર્યા પછી, અનમોલ તેના પિતા અનિલ અંબાણી સાથે કામમાં જોડાઇ ગયો હતો. આ સિવાય અનમોલ પણ તેના જીવનનો એક નવો અધ્યાય શરૂ કરી રહ્યો છે.સગાઈના લગભગ એક મહિના બાદ જય અનમોલ અને ક્રિશા શાહના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે.
આની ઝલક ટીના અંબાણીની ભત્રીજી અંતરા મારવાહ દ્વારા તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર શેર કરવામાં આવી છે. એક તસવીરમાં અનમોલ અને ક્રિશા ખુશીથી ડાન્સ કરતા જોઈ શકાય છે. ત્યાં, બાકીની તસવીરોમાં, અંતરા સોલો અને તેના પતિ અને પરિવાર સાથે પોઝ આપી રહી છે. જો કે, તેના દ્વારા શેર કરવામાં આવેલ એક વિડિયો ખૂબ જ ખાસ છે. આ વિડિયોમાં જય અનમોલ તેની ભાવિ પત્ની ક્રિશા શાહને ખોળામાં લઈ જતો જોવા મળી રહ્યો છે અને તેને જોઈને બધા હસી રહ્યાં છે.
અંતરા દ્વારા આ વીડિયો સાથે આપવામાં આવેલા હેશટેગ પરથી સ્પષ્ટ થાય છે કે આ વીડિયો કપલના પ્રી-વેડિંગ ફંક્શનનો છે. જ્યારે અનમોલ સફેદ કુર્તા-પાયજામામાં સુંદર દેખાઈ રહ્યો છે, ત્યારે તેની ભાવિ કન્યા ક્રિશાએ લીલા અને નેવી બ્લુ કલરની સાડી પહેરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. 21 જાન્યુઆરી 2022ના રોજ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સભ્ય સુપ્રિયા સુલેએ અનમોલ અને ક્રિશાના પ્રી-વેડિંગ ફંક્શનની ઝલક શેર કરી હતી.
ફોટામાં સુપ્રિયા સુલે અને રીમા કપૂર પણ છે, જેમનો પુત્ર અરમાન જૈન કથિત રીતે અનમોલ અંબાણીનો નજીકનો મિત્ર છે. આ તસવીરો સામે આવ્યા બાદ અનમોલ અંબાણીના લગ્નની અટકળોએ જોર પકડ્યું હતું. જય અનમોલે 12 ડિસેમ્બર 2021ના રોજ ક્રિશા શાહ સાથે તેના જન્મદિવસના અવસર પર સગાઈ કરી. અંતરા મારવાહ અને અરમાન જૈને તેમની સગાઈની કેટલીક ઝલક શેર કરી હતી. આમાંના એક ફોટામાં, કપલ સ્મિત સાથે તેમની વીંટી ફ્લોન્ટ કરતા જોઈ શકાય છે.
હાલ અનિલ અંબાણીના ઘરે ખુશિઓનો પ્રસંગ ચાલી રહ્યો છે. અનિલ અંબાણીના મોટા દીકરા જય અનમોલ અંબાણીના લગ્નની ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી છે જેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. આ તસ્વીરોમાં લગ્ન પહેલાની સજાવટ અને પરિવારની ખુશી જોવા મળી રહી છે.
અનમોલ અંબાણી તેની મમંગેતર કૃશા શાહ સાથે લગ્ન કરવાની તૈયારી કરી રહ્યો છે. તેમના લગ્નના રિવાજો પણ ધામધૂમથી શરૂ થઇ ગયા છે. તેમાં પ્રિ-વેડિંગની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. તસ્વીરોમાં અનમોલ અને કૃશાને ટીના અંબાણી સાથે પોઝ આપતા જોઈ શકાય છે.
આ તસ્વીરોમાં આ કપલ ખુબ જ સુંદર પણ લાગી રહ્યું છે. ટીના અંબાણીની ભત્રીજી અંતરા મોટવાણીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર અનમોલ અને કૃશાની કેટલીક પ્રિ-વીડિન્ગ તસવીરો શેર કરી છે અને આ તસ્વીરોમાં જોઈ શકાય છે કે અંબાણી પરિવારના સભ્યો આ લગ્નનો આનંદ ઉઠાવી રહ્યા છે.
કથિત રીતે અનમોલ અને કૃશાએ ડિસેમ્બર 2021માં સગાઈ કરી હતી અને હાલમાં જ તેમના લગ્નનના ફંક્શનની તસવીરો પણ સામે આવી છે. 3 ડિસેમ્બર 2021ના રોજ ટીના અંબાણીએ તેના ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાની થવા વાળી વહુ કૃશા શાહ સાથેની પહેલી તસવીર પોસ્ટ કરી હતી. આ ઉપરાંત અનમોલ અને કૃશાની હાથમાં વીંટી પહેરેલી તસવીરો પણ સામે આવી હતી.
View this post on Instagram