સેંથામાં સિંદૂર, હાથમાં ચૂડો અને ડાર્ક પિન્ક સાડીમાં સુહાગણ બનીને મંદિર પહોંચી અંકિતા લોખંડે, શિવભક્તિમાં થઇ તલ્લીન… જુઓ વીડિયો

મહા શિવરાત્રી પવિત્ર દિવસે  સજી ધજીને શિવ મંદિરમાં દર્શન કરવા ગઈ અંકિતા, છતાં પણ થઇ ગઈ ટ્રોલ… જુઓ વીડિયો

બોલીવુડનાકલાકારો સતત કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે બે દિવસ પહેલા જ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે સામાન્ય માણસની જેમ સેલેબ્સ પણ શિવ ભક્તિમાં તલ્લીન જોવા મળ્યા હતા અને તેમના ઘણા કલાકારોએ શિવ મંદિરમાં જઈને પોતાની તસવીરો અને વીડિયો પણ શેર કર્યા હતા. જેને ચાહકો દ્વારા ખુબ જ પસંદ પણ કરવામાં આવ્યા હતા.

અંકિતા લોખંડેએ “મહા શિવરાત્રી” નિમિત્તે તેના આલીશાન ઘરમાં પૂજા કરી હતી અને પરિવાર સાથે ભગવાન શિવના મંદિરે પણ ગઈ હતી. અભિનેત્રીએ તેનો વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં અભિનેત્રી તેના પરિવાર સાથે ભગવાન શિવના મંદિરે જતી અને ત્યાં પૂજા કરતી જોવા મળી હતી.

મંદિરમાં ભગવાનના દર્શન કર્યા બાદ અભિનેત્રીએ ઘરે પૂજા પણ કરી અને દીવો પ્રગટાવ્યો. આ સાથે, તેણે હાથ જોડીને તેના ચાહકોને ‘મહા શિવરાત્રી’ની શુભેચ્છા પાઠવી. વીડિયો શેર કરતા અંકિતા લોખંડેએ કેપ્શનમાં લખ્યું છે કે, “બધાને મહા શિવરાત્રીની શુભકામનાઓ. ઓમ નમઃ શિવાય.”

લુકની વાત કરીએ તો અભિનેત્રીએ આ પ્રસંગે ખૂબ જ સુંદર લુક રાખ્યો હતો. ડાર્ક પિંક બાંધણી સાડીમાં તે સુંદર લાગી રહી હતી. તેણે લાલ બંગડીઓ પહેરી હતી. આ સાથે અભિનેત્રીએ સોનાના દાગીના અને સોનાની બુટ્ટી પહેરી હતી. તેના વાળ ખુલ્લા રાખીને, અંકિતા તેનાસેંથામાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર લહેરાવતી વખતે ખૂબ જ સુંદર દેખાતી હતી.

ત્યારે આ વીડિયોને લઈને ઘણા લોકો અંકિતાની પ્રસંશા કરી રહ્યા છે તો ઘણા લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે  પૂજા કરતી વખતે વીડિયો બનાવવો જરૂરી નથી. અંકિતા લોખંડેના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં અભિનેત્રીની શોર્ટ ફિલ્મ ‘ધ લાસ્ટ કોફી’ રિલીઝ થઈ છે. આમાં અભિનેત્રીના અભિનયને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. અભિનેત્રીની આ ફિલ્મ G5માં રિલીઝ થઈ છે.

Niraj Patel