ટીવીની આ અભિનેત્રીએ બીજીવાર કર્યા લગ્ન, લિપલોકે ચોરાવી લીધી લાઇમલાઇટ, પિંક સાડીમાં રાજકુમારી જેવી ખૂબસુરત લાગી એક્ટ્રેસ- પતિ સાથે થઇ રોમેન્ટિક

ફરી એકવાર દુલ્હન બની ટીવીની આ અભિનેત્રી, પતિ સાથે કર્યુ લિપલોક- સાડીમાં લાગી ગોર્જિયસ

Ankita Lokhande Vicky Jain Marriage Again : ટીવીની લોકપ્રિય અભિનેત્રી અને ‘પવિત્ર રિશ્તા’ ફેમ એક્ટ્રેસ અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ત્યારે હાલમાં અંકિતા તેના પતિ સાથે વેકેશન પર છે અને તેણે ફરી એકવાર તેના પતિ વિકી જૈન સાથે લગ્ન કર્યા છે.

અંકિતા લોખંડે ફરી કર્યા પતિ વિકી સાથે લગ્ન
વર્ષ 2021માં અંકિતાએ બિઝનેસમેન વિકી જૈન સાથે લગ્ન કર્યા હતા. ત્યારે હાલમાં અભિનેત્રીએ ક્રિશ્ચિયન રીતિ-રિવાજો અનુસાર ફરીથી લગ્ન કર્યા છે. તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો અને તસવીરો શેર કરી છે. અંકિતા લોખંડેએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ શેર કર્યો છે. તેણે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, “અમે ફરીથી લગ્ન કર્યા. છેલ્લે સુધી જુઓ.”

રોમેન્ટિક વીડિયો કર્યો શેર
વીડિયોમાં જોઈ શકાય છે કે અંકિતા લોખંડે ઉભી છે અને વિકી જૈન તેને રોમેન્ટિક બુકે આપતા ઘૂંટણિયે બેઠેલો જોવા મળે છે. ત્યારે બાજુમાં એક પાદરી જોવા મળી રહ્યા છે, જે બંનેના લગ્ન કરાવી રહ્યા છે. આ પછી અંકિતા લોખંડે અને વિકી જૈન લિપલોક પણ કરે છે. લુકની વાત કરીએ તો, અંકિતા પિંક સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે જ્યારે, વિકી પણ સૂટમાં હેન્ડસમ લાગી રહ્યો છે.

ચાહકોએ વરસાવ્યો પ્રેમ
અંકિતા લોખંડે અને વિકી જૈનના આ વીડિયોમાં ઘણા સુંદર લોકેશનના ફોટા પણ છે. ચાહકો પણ આ વીડિયો પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. જોકે, કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. ઘણા લોકોએ તો કમેન્ટમાં સુશાંત સિંહ રાજપૂતનો ઉલ્લેખ પણ કર્યો. જણાવી દઈએ કે વિકી જૈન અને અંકિતા લોખંડેના લગ્ન 14 ડિસેમ્બર 2021ના રોજ થયા હતા.

કેટલાક લોકોએ કરી ટ્રોલ
કપલના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ પણ થયા હતા. આવી સ્થિતિમાં આ કપલે લગ્નની બીજી એનિવર્સરી પહેલા જ ફરીથી લગ્ન કર્યા. લગ્ન પહેલા કપલે લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, વિકી જૈન પહેલા અંકિતા લોખંડે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે રિલેશનશિપમાં હતી. જોકે, ઘણા વર્ષો બાદ બંનેનું બ્રેકઅપ થઇ ગયુ હતુ.

Shah Jina