મને ઇન્ડિયા આવવા લાયક નથી છોડી….નસરુલ્લા સાથે નિકાહ બાદ છલકાયુ અંજુનું દર્દ

ભારતની અંજુૃ કે જે હવે પાકિસ્તાનના નસરુલ્લા સાથે લગ્ન કરી ફાતિમા બની ગઇ છે, ત્યારે હવે તેણે તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં જે પણ કહ્યું તે પછી લાગે છે કે તેણે પરત ફરવાનો ઈરાદો છોડી દીધો છે. અંજુની વાત માનીએ તો તેના વિશે અલગ-અલગ પ્રકારની વાતો થઈ રહી છે. આવી સ્થિતિમાં તે ભારત આવશે ત્યારે તેની ગેરંટી કોણ લેશે ? તેના જવાબો પરથી એવું પણ લાગે છે કે તે ભારત પરત ફર્યા બાદ પોતાના જીવની ચિંતામાં છે. અંજુ તેના પતિને જયપુર મિત્રને મળવા જવાનું કહી સીધી પાકિસ્તાન પહોંચી ગઇ અને નસરુલ્લા સાથે લગ્ન કરી લીધા.

ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુને શું હવે ભારતમાં લાગી રહ્યો છે ડર ?
અંજુએ કહ્યું કે તેના વિશે અનેક પ્રકારની વાતો થઈ રહી છે. હવે ન તો તેના સંબંધીઓ તેને સ્વીકારશે અને ન તો તેના બાળકો તેને અપનાવશે. અંજુએ સ્પષ્ટ કહ્યું છે કે તે પાકિસ્તાનમાં સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેના પર નસરુલ્લા કે અન્ય કોઈનું કોઈ દબાણ નથી અને તે ત્યાં સંપૂર્ણ સ્વતંત્રતા સાથે જીવે છે. અંજુ ફેસબુક પર ખૈબર પખ્તુનખ્વાના રહેવાસી નસરુલ્લાને મળી હતી. તે તાજેતરમાં એક મહિનાના માન્ય વિઝા પર પાકિસ્તાન પહોંચી છે. અંજુ 20 ઓગસ્ટે પરત આવવાની હતી પરંતુ હવે લાગે છે કે તે ભારત પરત નહીં ફરે. ભારતમાં અંજુના પિતાએ તેની સાથેના તમામ સંબંધો ખતમ કરવાનું કહ્યું છે.

મીડિયા રીપોર્ટ્સ પર એક્શન લેવાની આપી ધમકી
અંજુએ ઈન્ટરવ્યુમાં મીડિયા રિપોર્ટ્સ પર એક્શન લેવાની ધમકી પણ આપી છે. તેણી કહે છે કે તે હજુ પણ ભારતની નાગરિક છે. આવી સ્થિતિમાં તે દરેક રિપોર્ટ સામે કાર્યવાહી કરી શકે છે જેમાં તેના વિશે કહેવામાં આવ્યું છે. અંજુને પૂછવામાં આવ્યું કે તે બે દિવસમાં ભારત પરત આવવાની છે, તો હવે તેનું શું થયું? આના પર અંજુએ કહ્યું, ‘તમે લોકો મારા વિશે શું કહી રહ્યા છો. મને આવવા લાયક નથી છોડી. ત્યાં મારી ગેરંટી કોણ લેશે ? ન તો મારા સંબંધીઓ મને સ્વીકારશે કે ન તો મારા બાળકો મને અપનાવશે, તો મને કહો કે હું ક્યાં જઈશ.’

મને ભારત આવવા લાયક નથી છોડી : અંજુ
સોશિયલ મીડિયા પર તેના વિશે ઘણું કહેવામાં આવી રહ્યું છે. તેણે ધમકીભર્યા અંદાજમાં કહ્યું કે તે હજુ પણ ભારતની છે અને એવું ન સમજવું જોઈએ કે તે કંઈ કરી શકે તેમ નથી. તેણે કહ્યુ કે ‘હું બધાને કહીશ કે હું શું કરી શકું છું’. જ્યારે અંજુને પૂછવામાં આવ્યું કે તે પાકિસ્તાનમાં છુપાઈને શા માટે મીડિયા પર આરોપ લગાવી રહી છે ? જેના પર અંજુએ જવાબ આપ્યો કે પાકિસ્તાન કોણ નથી આવતું? શું આ દેશમાં પ્રવાસીઓ આવતા નથી? એ બધા આવે ત્યારે પાકિસ્તાન આવે તો શું આફત.

પાકિસ્તાનના નસરુલ્લા સાથે લગ્ન કરી બની ગઇ ફાતિમા
જ્યારે અંજુને પૂછવામાં આવ્યું કે શું નસરુલ્લા અથવા અન્ય કોઈ તેના પર દબાણ કરી રહ્યું છે અથવા તેને કોઈ રીતે ધમકી આપવામાં આવી છે? તેના પર અંજુએ કહ્યું કે તેના પર કોઈ દબાણ નથી અને તે સંપૂર્ણ સ્વતંત્રતા સાથે જીવી રહી છે. નસરુલ્લા સાથે લગ્ન કરવા અંગે અંજુએ કહ્યું કે આ તેની અંગત જિંદગી છે. તે સ્વતંત્ર છે અને જાણે છે કે તેણે શું કરવું અને શું નહીં. આ સાથે તેણે એ પણ જણાવ્યું કે તેણે તેના ભારતીય પતિ અરવિંદને છોડી દીધો છે. તે તેને પોતાનો પતિ માનતી નથી. જણાવી દઈએ કે નસરુલ્લા મેડિકલ લાઈનમાં છે અને તેના પિતાનું અવસાન થઇ ગયું છે.

બે બાળકો અને પતિને છોડી હતી પ્રેમી માટે પાકિસ્તાન ગઇ અંજુ
નસરુલ્લા અંજુને પાકિસ્તાનમાં ઘણી જગ્યાએ લઈ ગયો, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. નસરુલ્લાનો પરિવાર પણ અંજુને ખૂબ પસંદ કરે છે. પાકિસ્તાનમાં નસરુલ્લાના ઘરની આસપાસ સુરક્ષા ગોઠવવામાં આવી હતી. અંજુનો પતિ અરવિંદ રાજસ્થાનના ભીવાડીમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. અરવિંદે જણાવ્યું કે, અંજુએ વિદેશમાં નોકરી માટે કહી 2 વર્ષ પહેલા પાસપોર્ટ બનાવ્યો હતો. તે જયપુર જવાનું કહીને નીકળી હતી. આ પછી તેણે વોટ્સએપ કોલ પર જણાવ્યું કે તે લાહોર પહોંચી ગઈ છે. તે 21 જુલાઈ 2023ના રોજ પાકિસ્તાન પહોંચી હતી. અંજુ અને અરવિંદને બે બાળકો છે.

Shah Jina