પોતાના પ્રેમીને પામવા માટે સરહદ પાર પાકિસ્તાન પહોંચી ચુકેલી અંજુ આખરે કેમ આવી ભારત પરત ? પાકિસ્તાની પતિ મુકવા આવ્યા વાઘા બોર્ડર

પ્યાર માટે પાકિસ્તાન ગયેલી અંજુ ભારત પાછી આવી? કેમ આવી? થયો સૌથી મોટો ખુલાસો

Anju returned to india to pakistan :રાજસ્થાનથી પાકિસ્તાન ગયેલી અંજુ ભારત પરત ફરી છે. તેની એક તસવીર પણ સામે આવી છે. તે વાઘા બોર્ડર થઈને પરત ફરી  છે. તે લગભગ છ મહિના પહેલા ભારતથી પાકિસ્તાન પહોંચી હતી. શરૂઆતમાં એવું કહેવાતું હતું કે તે ત્યાં માત્ર ફરવા ગઈ હતી, પરંતુ પછી તેણે તેના પાકિસ્તાની મિત્ર નસરુલ્લા સાથે લગ્ન કરી લીધા. અંજુ પહેલેથી જ પરિણીત હતી. તેણીના લગ્ન ભારતમાં અરવિંદ નામના વ્યક્તિ સાથે થયા હતા. તેમને બે બાળકો પણ હતા. પરંતુ અહીં તે તેના બાળકો અને પતિને છોડીને કાયદાકીય કાગળો સાથે પાકિસ્તાન ગઈ હતી.

ભારત આવી પાકિસ્તાન ગયેલી અંજુ :

ભારત પહોંચ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ અંજુની પૂછપરછ કરી હતી. આ પછી તેને અમૃતસર એરપોર્ટ પર લાવવામાં આવી. અહીંથી તેને દિલ્હીની ફ્લાઈટમાં બેસાડવામાં આવશે. આ ફ્લાઈટ રાત્રે 10 વાગ્યે દિલ્હી પહોંચશે. તે ઈન્ડિગોની ફ્લાઈટથી દિલ્હી આવશે. જ્યારે અરવિંદને અંજુના પાછા ફરવાના સમાચાર મળ્યા ત્યારે તે ગુસ્સે થઈ ગયો. તેણે કહ્યું કે અંજુ પરત આવી છે કે નહીં તેની તેમને કોઈ માહિતી નથી. હજુ એ સ્પષ્ટ નથી થયું કે અંજુ કાયમ માટે ભારત પાછી આવી છે કે પાકિસ્તાન પાછી જશે.

પતિ આવ્યો વાઘા બોર્ડર મુકવા :

હકીકતમાં થોડા દિવસો પહેલા જ પાકિસ્તાની મીડિયામાં નસરુલ્લાહનો એક ઈન્ટરવ્યુ છપાયો હતો. જેમાં તેણે કહ્યું હતું કે તે પોતે અંજુને વાઘા બોર્ડર પર મૂકવા આવશે. અહીં ભારતમાં તે તેના બાળકોને મળશે. જો બાળકો અંજુ સાથે પાકિસ્તાન આવવા માંગતા હોય તો તેઓ આવી શકે છે. પરંતુ જો તેઓ ભારતમાં જ રહેવા માંગતા હોય તો તે તેમની પસંદગી છે. નસરુલ્લાએ કહ્યું હતું કે અંજુ માત્ર તેના બાળકો માટે ભારત આવી છે, કારણ કે તે તેના બાળકોને ખૂબ જ યાદ કરે છે. પરંતુ હવે આ બધા પર અંજુ શું કહે છે તે જોવું રહ્યું.

પાકિસ્તાનમાં કર્યા હતા મિત્ર સાથે લગ્ન :

અંજુ જૂનમાં રાજસ્થાનના ભિવડીથી પાકિસ્તાન પહોંચી હતી. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરનો મુદ્દો મીડિયામાં છવાયેલો હતો. દરમિયાન આ સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા કે હવે ભારતની એક મહિલા પાકિસ્તાન પહોંચી ગઈ છે. આ સમાચાર સામે આવ્યા બાદ અંજુએ કહ્યું હતું કે તે 4-5 દિવસમાં પરત આવશે. પરંતુ ત્યાં તેણે નસરુલ્લા સાથે લગ્ન કર્યા અને પોતાનું નામ બદલીને ફાતિમા રાખ્યું.

Niraj Patel