અનિલ અંબાણી દુનિયાના જાણીતા બિઝમેન છે. એક સમય હતો જયારે તેઓ ટોપ-6 ધનવાનોની લિસ્ટમાં હતા અને આજે તેઓની બિઝનેસ લાઇન બરાબર ચાલી રહી નથી. અનિલ અંબાણીનો બિઝનેસ એક એવા મોડ પર આવી ગયો કે તેઓ દેવાદાર બની ગયા.
અનિલ અંબાણીની લાઇફસ્ટાઇલની વાત કરવામાં આવે તો, તેઓ ઘણા મોર્ડન રીતે રહે છે. એક સમયે અનિલ અંબાણીની ચર્ચા બોલિવુડની ખૂબસુરત અભિનેત્રી ટીના મુનિમ સાથે થતી હતી અને તે બાદ તેમણે બંનેએ લગ્ન કરી લીધા.
અનિલ અંબાણીની સંપત્તિની વાત કરવામાં આવે તો, વર્ષ 2008માં અનિલ અંબાણી પાસે 42 અરબ ડોલરની સંપત્તિ હતી જે વર્ષ 2019માં ઘટીને 5230 મિલિયન ડોલર થઇ ગઇ. વર્ષ 2005માં ધીરૂભાઇ અંબાણીની રિલાયન્સ ગ્રુપનો ભાગ પડ્યો તો તેમાં ટેલિકોમ સેક્ટર અનિલ અંબાણીના ભાગમાં આવ્યો હતો. અનિલ અંબાણીની પરિસ્થિતિ એટલી ખરાબ થઇ ગઇ કે તેમને તેમની સંપત્તિ વેચવી પડી.
કયારેક રાજયસભાના સભ્ય રહી ચૂકેલા અનિલ અંબાણીની પરિસ્થિતિ તેમના ભાઇ મુકેશ અંબાણી સાથે ભાગ પડ્યા બાદ બદલી ગઇ. તેમજ એક દિવસ એવો આવ્યો કે, તેમને કંપનીના દેવા ચૂકવવા સંપત્તિ વેટવાની શરૂ કરી દીધી.
એક દિવસ એવો આવ્યો કે જયારે જિઓ પ્રાઇસ વોરમાં અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન ધરાશાયી થઇ ગઇ.
બ્રિટેનની એક અદાલતમાં અનિલ અંબાણીના વકીલોએ એ દાવો કર્યો હતો કે તેમની પાસે 11થી વધુ લક્ઝરી ગાડીઓ, એક પ્રાઇવેટ જેટ, એક યાટ અને દક્ષિણ મુંબઇમાં એક સ્પેશિયલ સીવિંડ પેંટહાઉસ છએ. પરંતુ તેમની નેટવર્થ ઝીરો છે. અંબાણીના વકીલો અનુસાર, વર્ષ 2012માં અંબાણીનો નિવેશ સાત અરબ ડોલરથી વધુ હતો. વર્ષ 2019માં તે 8.9 કરોડ ડોલર રહી ગયો હતો.