અકસ્માતમાં 9 લોકોના મોતની ખબર બાદ પંચાયતની અભિનેત્રીએ પોતે વીડિયો શેર કરીને આપીને પોતાના જીવતી હોવાની માહિતી, લોકો મીડિયાને કરી રહ્યા છે ટ્રોલ, જુઓ વીડિયોમાં શું કહ્યું ?
Anchal Tiwari is alive : મનોરંજન જગતમાંથી આવતી કેટલીક દુઃખદ ખબરો ઇન્ડસ્ટ્રી સાથે સાથે ચાહકોને પણ શોકમાં ગરકાવ કરી દેતી હોય છે. ગતરોજ સામે આવેલી એક એક એવી જ ખબરે લોકોના હોશ ઉડાવી દીધા હતા. પ્રાઈમ વીડિયોની ફેમસ ઓટીટી સીરિઝ પંચાયતની એક્ટ્રેસ ‘આંચલ તિવારી’ના મૃત્યુના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. ગઈકાલે અભિનેત્રીના કાર અકસ્માતના સમાચાર હતા. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કાર અકસ્માતમાં આંચલ તિવારી સહિત 9 લોકોના મોત થયા છે. પરંતુ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આંચલ તિવારી જીવિત છે.
અકસ્માતમાં થયા હતા 9 લોકોના મોત :
બિહારના કૈમુર જિલ્લામાં રવિવારે એક માર્ગ અકસ્માતના સમાચાર હતા. જેમાં એક ભયાનક કાર અકસ્માતમાં 9 લોકોના મોત થયા હોવાની માહિતી મળી હતી. આ કારમાં 4 કલાકારો પણ સામેલ હતા. ભોજપુરી સિંગર છોટુ પાંડે આખી ટીમ સાથે યુપી જઈ રહ્યો હતો. આ કારમાં પંચાયત અભિનેત્રી આંચલ તિવારી પણ હાજર હોવાનું સામે આવ્યું હતું. આ અકસ્માત નેશનલ હાઈવે પર મોહનિયા પાસે થયો હતો જ્યાં ભોજપુરી ગાયક છોટુ પાંડેની સ્કોર્પિયો બાઇક સવારને બચાવવાનો પ્રયાસ કરતી વખતે પલટી ગઈ હતી.
જીવતી છે પંચાયતની અભિનેત્રી :
આખી ટીમ કારમાંથી બહાર નીકળી શકી ત્યાં સુધીમાં પાછળથી આવતી ટ્રકે ભોજપુર ગાયકની આખી ટીમ અને બાઇક સવારને કચડી નાખ્યા હતા. આ સમાચાર મળતા જ લોકો ખૂબ જ દુઃખી થઈ ગયા. પરંતુ હવે ખુદ અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ સમાચારને ખોટા ગણાવ્યા છે. જેમાં અભિનેત્રી આંચલે લખ્યું હતું કે હું જીવિત છું. આ સાથે આંચલ તિવારીએ કેટલાક સમાચારોના વીડિયો અને સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે.
મીડિયાને લોકો કરી રહ્યા છે ટ્રોલ :
જેના પર આંચલે તથ્યોની તપાસ કર્યા વિના પ્રકાશિત થઈ રહેલા સમાચારોની ટીકા કરીને આ સમાચારોને નકારી કાઢ્યા છે. આંચલ તિવારી ટૂંક સમયમાં પંચાયત સિરીઝમાં જોવા મળશે. ત્યારે ચાહકો પણ હાલ આંચલ તિવારી જીવતી છે એ ખબર સાંભળીને રાહતનો શ્વાસ લઇ રહ્યા છે. તો ઘણા લોકો આ બાબતે મીડિયાને પણ ટ્રોલ કરતા જોવા મળી રહ્યા છે. લોકોનું કહેવું છે કે મીડિયા હકીકત તપસ્યા વિના જ સમાચાર પોસ્ટ કરી દેતા હોય છે.
View this post on Instagram