મુકેશ અંબાણીના ઘરમાં કંકુ પગલાં પાડશે રાધિકા મર્ચન્ટ, લખાઈ ગયા છે લગનિયા, સંપત્તિના મામલે અનંતને આપે છે ટક્કર, જુઓ

જામનગરમાં શરૂ થઇ ગઈ અનંત અંબાણી અને રાધિકાના લગ્નની તૈયારીઓ, લખાઈ ગયા છે લગનિયા.. આ દિગ્ગજ કલાકારો આપશે પર્ફોમન્સ, જુઓ તમામ અપડેટ

Anant Ambani and Radhika’s wedding : દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓમાંથી એક એવા મુકેશ અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ છે. હકીકતમાં મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્ન કરવા જઈ રહ્યા છે. હવે ગુજરાતના જામનગરમાં અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જેની એક ઝલક પણ સામે આવી છે. બીજી તરફ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન માટે હજારો ગિફ્ટ કેન્ડલ ડિઝાઈનનો ઓર્ડર પણ આપવામાં આવ્યો છે.

1 માર્ચથી શરૂ થશે પ્રસંગો :

ગુજરાતમાં 1 માર્ચથી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન શરૂ થશે. આ ફંક્શનમાં અરિજીત સિંહ, પ્રીતમ જેવા બોલિવૂડ સ્ટાર્સ પરફોર્મ કરશે. જો કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તારીખ અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાધિકા અને અનંત ટૂંક સમયમાં લગ્ન કરશે, જેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

કાર્ડ થયું વાયરલ :

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ઇન્વિટેશન કાર્ડ વાયરલ થયા પછી, ચાહકો વર્ષના ભવ્ય લગ્ન જોવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા. પ્રી-વેડિંગને ખાસ બનાવવા માટે અંબાણી પરિવાર જામનગરથી પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરી રહ્યું છે. પ્રી-વેડિંગ ફંક્શન માટે જામનગર, ગુજરાત પસંદ કરવાનું કારણ શહેર સાથેના તેમના પારિવારિક સંબંધો છે. જામનગરમાં અંબાણી પરિવારનું જૂનું રહેઠાણ પણ છે.

અનંત અંબાણીની કુલ સંપત્તિ :

મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. તેણે યુએસની બ્રાઉન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી. ત્યાર બાદ તે મુંબઈ પાછા આવ્યો અને તેના પિતાની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરવા લાગ્યો. રિપોર્ટ અનુસાર અનંત અંબાણીની કુલ સંપત્તિ 3,44,000 કરોડ રૂપિયા છે.

રાધિકાનો અભ્યાસ :

રાધિકા મર્ચન્ટ પણ કમાણીના મામલે તેના ભાવિ પતિને ટક્કર આપે છે. તમને જણાવી દઈએ કે રાધિકા પ્રખ્યાત બિઝનેસમેન વિરેન મર્ચન્ટની દીકરી છે. તેનો જન્મ ગુજરાતના કચ્છમાં થયો હતો. રાધિકાએ ‘કેથેડ્રલ એન્ડ જ્હોન કોનન’ અને ઇકોલે મોન્ડિયેલ વર્લ્ડ મુંબઈમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેમણે ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી રાજકારણ અને અર્થશાસ્ત્રમાં સ્નાતક પૂર્ણ કર્યું છે.

આટલી છે નેટવર્થ :

તેની સ્નાતકની ડિગ્રી પૂર્ણ કર્યા બાદ એક રિયલ એસ્ટેટ ફર્મમાં સેલ્સ પ્રોફેશનલ તરીકે કામ કરી રહી છે. જોકે, રાધિકાની નેટવર્થ વિશે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે 8-10 કરોડ રૂપિયાની વચ્ચે હોવાનું કહેવાય છે. તેના પિતા વિરેન મર્ચન્ટ જાણીતા ઉદ્યોગપતિ છે. GQ અનુસાર, તેમની કુલ સંપત્તિ લગભગ 755 કરોડ રૂપિયા છે.

બાળપણના છે મિત્રો :

રાધિકા બોર્ડ ઓફ એન્કોર હેલ્થકેરમાં ડિરેક્ટર તરીકે સેવા આપે છે. રાધિકા મર્ચન્ટ ખૂબ જ સ્ટાઇલિશ છે અને તેને ડાન્સિંગ, સ્વિમિંગ અને બુક્સ વાંચવાનો શોખ છે. હાલમાં તે ફેમિલી બિઝનેસ સંભાળી રહી છે. રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી નાનપણથી મિત્રો છે. વર્ષ 2018માં બંને લાઈમલાઈટમાં આવ્યા હતા જ્યારે તેમનો એક ફોટો વાયરલ થયો હતો.

Niraj Patel