મહિન્દ્રા કંપનીનું આ ટ્રેકટર ક્યાં દેશમાં છે ? સાચો જવાબ આપનારને આનંદ મહિન્દ્રા આપશે ઇનામ, જુઓ વીડિયો

દેશના સૌથી નામચીન બિઝનેસમેનમાંથી એક એવા આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયામા ખુબ જ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયામાં તે રોજ બરોજ કંઈક નવા અને માહિતી સભર વીડિયોને શેર કરતા રહે છે, આ ઉપરાંત આનંદ મહિન્દ્રા દેશી જુગાડના પણ ઘણા વીડિયો શેર કરતા હોય છે. ઘણીવાર આનંદ મહિન્દ્રા એવી એવી ઘટનાઓ શેર કરે છે જેને જોઈને લોકો ચોંકી ઉઠે છે અને આવા વીડિયો ખુબ જ વાયરલ પણ થતા હોય છે.

હાલમાં જ આનંદ મહિન્દ્રાએ એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિન્દ્રાના ટ્રેક્ટર પર ઘણા લોકો બેઠા છે. આ વીડિયોને શેર કરતાં આનંદ મહિન્દ્રાએ ચાહકોને પૂછ્યું છે કે ટ્રેક્ટર મહિન્દ્રાનું છે તે સાચું છે, પરંતુ કયા દેશનું છે? તેણે તમને બધું કહેવું પડશે. સાચો જવાબ આપનાર પ્રથમ સભ્યને ઈનામ આપવામાં આવશે.

આનંદ મહિન્દ્રાને સોશિયલ મીડિયાના બાદશાહ કહેવામાં આવે છે. તેઓ સોશિયલ મીડિયા દ્વારા લોકો સાથે જોડાય છે અને જરૂર પડે ત્યારે લોકોને મદદ પણ કરે છે. તાજેતરમાં, ‘મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા’ના ચેરમેને ટ્વિટરની જનતાને એક પ્રશ્ન પૂછ્યો અને સાચો જવાબ આપનાર પ્રથમ વ્યક્તિને ”સ્કેલ મોડલ ટ્રેક્ટર” આપવાનું કહ્યું.

વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક વિદેશીઓ ટ્રેક્ટર ચલાવી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધી 37.3 હજારથી વધુ લાઈક્સ અને 1.4 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયો ટ્વીટ પર ઘણા લોકોની કમેન્ટ્સ પણ જોવા મળી રહી છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું “આ જર્મનીનો વીડિયો લાગે છે. તે જ સમયે, અન્ય યુઝરે કેનેડા વિશે જણાવ્યું છે. લોકો પણ પોતાના અલગ અલગ પ્રતિભાવ વીડિયોમાં આપી રહ્યા છે.

Niraj Patel