વાયરલ

અમેરિકાના ભુરીયાઓએ જયારે પહેલી વાર ચાખ્યો હાજમોલાનો સ્વાદ, પછી જે થયું તે ખુબ જ ફની હતું

હાજમોલા બધા ભારતીય લોકોએ ક્યારેક તો ખાધી જ હશે. કોઈકે હાજમોલા ખાવાનું ખાધા પછી ખાઈ હોય તો કેટલાક લોકો મોઢાના સ્વાદ અલગ કરવા માટે પણ ખાતા હોય છે. આજે પણ લોકો હાજમોલા ખુબ ખાતા હોય છે.

ભારતમાં હાજમોલાની દરરોજ લગભગ 2.6 કરોડ ટેબલેટ ખાવામાં આવે છે. આ વાત ડાબરની વેબસાઈટ પર લખેલી છે . હાજમોલા ભારતીયો વચ્ચે ખુબ જ લોકપ્રિય છે અને લોકો હાજમોલાને ખાવાનું પસંદ પણ કરે છે. પરંતુ શું અમેરિકામાં પણ લોકો હાજમોલા વિશે જાણે છે ? અને જાણે છે તો હાજમોલા ખાતી વખતે તેમનું રિએક્શન કેવું હશે ?

એક યૂટ્યૂબ ચેનલ છે જેણે આ કારનામો કરીને બતાવ્યો છે. તેમણે લાઈફમાં પહેલી વખત અમેરિકાના કેટલાક લોકોને હાજમોલા ખવડાવી હતી અને ખરેખર તેમનું રિએક્શન જોઈને તમને ખુબ જ મજા આવશે. ‘Our Stupid Reactions’ કરીને એક યૂટ્યૂબ ચેનલ છે જેણે વીડિયો તેના ચેનલ પર શેર કર્યો હતો.

વીડિયોની શરૂઆત હાજમોલાને જોઈને અને સૂંઘીને કરવામાં આવે છે. હાજમોલા ખાધા બાદ લોકોએ તેનો સ્વાદ કેવો લાગ્યો તે પણ કહ્યું હતું. આ વીડિયો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયો યૂટ્યૂબ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો દિલ ખોલીને કૉમેન્ટ્સ કરી રહ્યા છે. વીડિયો જોયા બાદ લોકો હસી હસીને પાગલ થઇ રહ્યા હતા.


તેમાં ‘Rick Segall’ અને ‘Korbin Miles’ હોસ્ટ કરે છે. આ વીડિયોમાં Rick Segallની માતા પણ આવી હતી અને તેમણે હાજમોલા ખાધા પછી ગજબનું રિએક્શન આપ્યું હતું.