અમેરિકાના કેલિફોર્નિયાના સેન ડિએગો વિસ્તારમાં 22 મે, 2025ના રોજ વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઇ. જેના કારણે મર્ફી કેન્યોન રહેણાંક વિસ્તારમાં ભારે વિનાશ સર્જાયો.આ પ્રાઈવેટ પ્લેનમાં કેટલાય લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે. ફાયરબ્રિગેડ ડિપાર્ટમેન્ટ આસિસ્ટેંટ પ્રમુખ ડૈન એડીએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, આ વાતની તપાસ કરશે કે શું વિમાન કોઈ વીજળીના તાર સાથે ટકરાયું હતું, તેમણે જણાવ્યું હતું કે જમીન પર કોઈ ઘાયલ થયું નથી.
સેન ડિએગો પોલીસ અને ફાયરબ્રિગેડ ઓફિસર્સે કહ્યું કે, વિમાનમાં આઠથી દસ લોકો બેઠેલા હોઈ શકે છે. તેમને હજુ સુધી જાણકારી નથી મળી કે તેમાં કેટલા લોકો બેઠા હતા. સેન ડિએગોના સહાયક ફાયરબ્રિગેડ ચીફ ડેન એડીએ કહ્યું કે, જમીન પર કોઈ પણ ઘાયલ થયું નથી. જ્યારે વિમાન રસ્તા પર પડ્યું, તો તેમાં ભરેલું જેટ ઈંધણ ફેલાયું અને રસ્તાની બંને તરફ ઊભેલી ગાડીઓ તેની ચપેટમાં આવી ગઈ. તમે જોઈ શકો છો કે રસ્તાની બંને તરફ કાર સળદી રહી હતી. સે ડિએગોના અધિકારીઓએ આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું વિવરણ જાહેર નથી કર્યું, પણ કહ્યુ કે, આ મિડવેસ્ટથી આવી રહ્યું હતું.
જણાવી દઈએ કે આ ઘટના સવારે 3:45 વાગ્યાની આસપાસ બની, જ્યારે ગાઢ ધુમ્મસને કારણે વિજીબલિટી અત્યંત ઓછી હતી. વિમાન એરપોર્ટથી લગભગ બે માઈલ દૂર પાવર લાઈન સાથે અથડાયું હતું, જેના પછી તે રહેણાંક વિસ્તારના ઘરો અને શેરીઓમાં પડ્યું. વિમાનમાંથી બહાર નીકળેલું જેટ ફ્યૂઅલ શેરીઓમાં ફેલાયું, જેના કારણે ઘરો અને વાહનોમાં ભીષણ આગ ફેલાઈ. ફ્લાઈટ પર નજર રાખતી વેબસાઈટ ફ્લાઈટ અવેયરે જણાવ્યું કે, વિમાન સેસના સાઈટેશન- 2 મોડલનું હતું. જે કંસાસના વિચિટામં આવેલા નાના કર્નલ જેમ્સ જબારા એરપોર્ટથી સવારે 3.4 વાગ્યે સેન ડિએગોના મોંટગોમેરી-ગિબ્સ એક્ઝીક્યૂટિવ એરપોર્ટ પર પહોંચવાનું હતું.
✈️ A Cessna 550 crashed in a residential area near San Diego Airport, California, sparking a street fire. Firefighters managed to contain the blaze. #SanDiego #PlaneCrash #California #BreakingNews pic.twitter.com/BNtDIBvQwP
— Ali Shunnaq (@schunnaq) May 22, 2025
ઘટનાની જાણ થતાં જ સાન ડિએગો પોલીસ અને ફાયર ડિપાર્ટમેન્ટની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. 50થી વધુ પોલીસ અધિકારીઓએ ઝડપથી ઘરો ખાલી કરાવ્યા અને લગભગ 100 રહેવાસીઓને નજીકની હેનકોક એલિમેન્ટરી સ્કૂલમાં સ્થળાંતર કરાયા. સ્થાનિક રહેવાસીઓ અને સૈન્ય પરિવારોએ એકબીજાને મદદ કરી, જેમાં કેટલાક લોકોએ બારીઓમાંથી કૂદીને અને આગથી બચીને પોતાનો જીવ બચાવ્યો. સાન ડિએગોના મેયર ટોડ ગ્લોરિયાએ ફર્સ્ટ રિસ્પોન્ડર્સની પ્રશંસા કરી અને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.