અંબાણી પરિવારની સાદગી ! મોરારીબાપુના લીધા આશીર્વાદ- વીડિયો વાયરલ

દેશ અને દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિમાંના એક મુકેશ અંબાણીનો પરિવાર અવાર નવાર ચર્ચામાં રહે છે. જોકે, આમ છત્તાં પણ અંબાણી પરિવાર તેમની સાદગી અને સિંપલ જીવન માટે જાણીતો છે. હાલમાં જ મુકેશ અંબાણી પોતાના પૂરા પરિવાર સાથે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે મોરારી બાપુ સાથે મુલાકાત કરી અને તેમના આશીર્વાદ પણ લીધા.

અંબાણી પરિવારની જોવા મળી સાદગી

આ દરમિયાનનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં અંબાણી પરિવાર મોરારીબાપુ સાથે જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોઈ સમજાઇ જશે કે અંબાણી પરિવાર પૂજ્ય મોરારી બાપુ પ્રત્યે કેટલી આસ્થા ધરાવે છે. મુકેશ અંબાણી, નીતા અંબાણી તેમજ તેમના બંને પુત્રો આકાશ અને અનંત, પુત્રવધૂઓ શ્લોકા અને રાધિકાએ પણ મોરારી બાપુના આશીર્વાદ લીધા હતા.

મોરારીબાપુના લીધા આશીર્વાદ

ત્યારે આ વીડિયો જોઈ લગભગ બધા અંબાણી પરિવારના વખાણ કરી રહ્યા છે. અંબાણી પરિવારની સાદગી અને સંસ્કારો આ વીડિયોમાં ઝલકી રહ્યા છે. જણાવી દઇએ કે, અંબાણી પરિવારનું મૂળ વતન સૌરાષ્ટ્રનું ચોરવાડ ગામ છે અને તેમનો પરિવાર ઘણો ધાર્મિક છે, ખાસ કરીને દર વર્ષે દ્વારકા અને સોમનાથ દર્શનાર્થે તેઓ અચૂક પધારે છે. મોરારીબાપુની વાત કરીએ તો, તેઓ પોતાને ફકીર ભલે કહે છે, પણ દિલથી ઘણા અમીર છે.

મોરારી બાપુએ રામ મંદિર માટે દેશભરમાં સૌથી વધારે દાન આપ્યુ હોવાનું કહેવાઇ રહ્યુ છે. છ દાયકાથી વધુ સમયથી રામાયણના પ્રચાર માટે જાણીતા બાપુએ લગભગ 18 કરોડ જેટલું દાન આપ્યું હોવાનું મીડિયા અહેવાલોમાં કહેવાઇ રહ્યુ છે. આ રકમ ભારતમાં 11.30 કરોડ, યુકે અને યુરોપમાંથી 3.21 કરોડ તેમજ યુએસ, કેનેડા અને અન્ય કેટલાક દેશોમાંથી 4.10 કરોડના યોગદાનમાંથી એકત્રિત કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Rupesh Vyas (@mr_rupesh_vyas)

Shah Jina