અંબાણીને છોડો પેટ ડોગ હેપ્પી જે કારમાં ફરતો હતો તે પણ કરોડોની…કિંમત જાણી ઉડી જશે હોંશ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન આખી દુનિયામાં ખૂબ ચર્ચાનો વિષય રહ્યા. મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાયેલા આ લગ્નમાં આખો અંબાણી પરિવાર રોલ્સ રોયસ અને S680 મેબેક કારમાં પહોંચ્યો હતો. જો કે, એવું નથી કે ફક્ત અંબાણી પરિવાર સ્ટાઇલિશ કારમાં મુસાફરી કરે છે, પરંતુ તેમનો પેટ ડોગ ‘હેપ્પી’ પણ કરોડોની કિંમતની કારમાં મુસાફરી કરે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અંબાણી પરિવારનો પેટ ડોગ હેપ્પી 3થી4 કરોડ રૂપિયાની મર્સિડીઝ-બેન્ઝ G 400dમાં મુસાફરી કરે છે. જ્યારે અંબાણી પરિવારની સુરક્ષામાં G 63 AMG જેવા ઉચ્ચ કક્ષાના વાહનોનો સમાવેશ થાય છે, ત્યારે G 400d પેટ ડોગ હેપ્પીની સુરક્ષા માટે છે. મર્સિડીઝ-બેન્ઝ G 400d પહેલા, હેપ્પી ટોયોટા ફોર્ચ્યુનર અને ટોયોટા વેલફાયરમાં મુસાફરી કરતો હતો.

હેપ્પી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં ખૂબ સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યો હતો. હેપ્પી તો હવે આ દુનિયામાં નથી રહ્યો, પણ તે જે મર્સિડીઝ-બેન્ઝ G 400D લક્ઝરી કારમાં મુસાફરી કરતો હતો તે ઘણી ખાસ છે. મર્સિડીઝ-બેન્ઝની આ લક્ઝરી કારમાં 2925 cc 6 સિલિન્ડર 4 વાલ્વ ટર્બોચાર્જ્ડ એન્જિન છે. આ એન્જિન 326 bhp ની મહત્તમ શક્તિ સાથે 700 Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે.

આ ઉપરાંત, તેમાં 4 અને 2 વ્હીલ ડ્રાઇવનો વિકલ્પ પણ છે. મર્સિડીઝ-બેન્ઝ G 400D ના પરિમાણો વિશે વાત કરીએ તો, આ લક્ઝરી કારની લંબાઈ 4817 mm, પહોળાઈ 1931 mm અને ઊંચાઈ 1969 mm છે. આ ઉપરાંત, તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 241 mm છે અને વ્હીલબેઝ 2890 mm છે. આ કારમાં 5 લોકો બેસી શકે તેવી ક્ષમતા છે અને તેમાં 480 લિટરની બૂટ સ્પેસ પણ છે. કારમાં 100 લિટરની વિશાળ ફ્યુઅલ ટેન્ક પણ છે.

જો આ લક્ઝરી કારની વિશેષતાઓ પર નજર કરીએ તો, કંપનીએ કીલેસ એન્ટ્રી, ઇલેક્ટ્રિક એડજસ્ટેબલ સ્ટીયરિંગ, ક્રુઝ કંટ્રોલ, રિયર અને ફ્રન્ટ પાર્કિંગ સેન્સર કેમેરા, ઇલેક્ટ્રોનિક એન્ટ્રી ગ્લેર મિરર, હીટર, ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક, એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લે સાથે 12.3 ઇંચ એલસીડી ઇન્ફોટેનમેન્ટ ટચસ્ક્રીન જેવી આધુનિક સુવિધાઓ પ્રદાન કરી છે. એટલું જ નહીં, કારમાં 9 એરબેગ્સ પણ આપવામાં આવ્યા છે જે કારને સલામતી પૂરી પાડે છે. અને 6 સ્પીકર્સ પણ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમાં ઓટોમેટિક ઇમરજન્સી બ્રેક્સ પણ છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!