અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી: હવે ફરી આ તારીખે મહેરબાન થશે મેઘરાજા- જાણો વિગત

વરસાદની અછતના લીધે ખેડૂતો ચિંતામાં છે. ઘણી જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે પરંતુ ઘણા એવા વિસ્તારો પણ છે જયાં વરસાદ હાલ વરસી રહ્યો નથી. પાણીની કટોકટી સર્જાતા ખેડૂતોને સિંચાઇ માટે ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે એક તરફ ગરમી અને એક તરફ વરસાદ, આ બધા વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઇને આગાહી કરી છે.

25 ઓગસ્ટ સુધી રાજયમાં વરસાદ પડશે તેવી શકયતા છે. અંબાલાલ પટેલની આગાહીને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઇ રહ્યા છે. આ ઉપરાંત તેમના દ્વારા ડાંગ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદામાં પણ વરસાદની આગાહી 28 ઓગસ્ટે કરવામાં આવી છે.

હવામાન વિભાગના અનુસાર અત્યાર સુધી રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 13.88 ઈંચ સાથે 41.42 ટકા વરસાદ વરસ્યો છે. રાજયના 207 જળાશયોમાં 47.75 ટકા જળસંગ્રહ છે. 2 તાલુકામાં 0થી 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જયારે 91 તાલુકામા 10 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. અરબ સાગરમાં ભેજને લીધે વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યારે બીજી તરફ 6 સપ્ટેમ્બરે બનાસકાંઠા વિસ્તારમાં પણ વરસાદની સંભવના સેવાઈ રહી છે.

પંચમહાલમાં  6 સપ્ટેમ્બર બાદ પણ વરસાદની સંભવના સેવાઈ રહી છે. જેને લઈને ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ આવતા મહિને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે સાથે જ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

Shah Jina