હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી ચિંતાજનક આગાહી કરી છે. અંબાલાલે ગુજરાતમાં ઠંડીની સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે. જેમાં રાજ્યમાં કમોસમી માવઠાને કારણે ઉભા કૃષિ પાકોને ભારે નુકશાન થવાની શક્યતા છે. જેથી ખેડૂતોએ અત્યારથી પાકોને બચાવા માટે સુરક્ષાના પગલા લેવા જોઈએ.
રાજ્યમાં હાલ ઠંડી સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મોટા ભાગના જિલ્લાઓમાં હાલ ઠંડીનો પારો ગગડ્યો છે. ત્યારે આવા સમયે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી તારીખ 27, 28 દરમિયાન રાજ્યમાં અમુક જિલ્લાઓમાં માવઠું આવી શકે છે. જેમાં ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં તેમણે માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. ખાસ કરીને કચ્છમાં તેમણે માવઠાની શક્યતા વ્યક્ત કરી છે.
જોકે આ કમોસમી વરસાદને કારણે ઉભા કૃષિ પાકોમાં નુકસાન થવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં રીંગણ જેવા પાકોમાં ઈયળ પડી શકે છે. મોટા ભાગના પાકોમાં હેલિઓથીસીસ નામની ઈયળ કમોસમી માવઠાને કારણે પડી શકે છે. સાથે જ જીરાના પાકમાં પણ ચરમો આવવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. ઉપરાંત તુવેરમાં પણ ઈયળ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે શાકભાજીના પાકમાં પહેલાથી પાક સુરક્ષાના પગલાં લેવા જરૂરી છે. આ કમોસમી માવઠાને કારણે રાયડા અને તુવેર જેવા ઉભા કૃષિ પાકોને નુકસાન થવાની ખાસ શક્યતા છે. તેથી જ અંબાલાલે કૃષિ પાકોને બચાવવા માટે અગાઉથી સુરક્ષાના પગલાં લેવા માટે ખેડૂતોને ખાસ વિનંતી કરી છે.