હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી ! ઓગસ્ટ તો કોરો ધાકોર ગયો પણ હવે સપ્ટેમ્બરમાં શું થશે ? જાણો

ઓગસ્ટ કોરો ધાકોર રહ્યો! હવે મજબૂત વહન ગુજરાતને ફાયદો કરાવશે તેવી અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતની પ્રજા હાલ તો ફરી એકવાર ગરમીનો સામનો કરી રહી છે અને વરસાદ માટે રાહ જોઇ રહી છે, કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી સારા વરસાદની હાલ શક્યતા ન હોવાનું હવામાન વિભાગનું કહેવું છે ત્યારે હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે કે ઓગસ્ટ મહિનો કોરો ધાકોર ગયા પછી સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદ પડી શકે છે. વીટીવીના અહેવાલ અનુસાર, અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી સમયમાં દેશમાં સારો વરસાદ થઈ શકે છે.

તેમણે સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. 10-15 સપ્ટેમ્બર અરબ સાગરમાં લો પ્રેશર બનશે અને સપ્ટેમ્બરમાં ચોમાસા જેવા વરસાદની સંભાવના હોવાનું તેમણે જણાવ્યુ છે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે 4થી10 સપ્ટેમ્બર ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે. દેશના કેટલાક ભાગોમાં 100% વરસાદ થવાની પણ તેમણે શક્યતા વ્યક્ત કરી હતી.

બંગાળના ઉપસાગરમાં હલચલ થતાં ગુજરાતમાં સપ્ટેમ્બરમાં વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે અને દેશના કેટલાક ભાગોમાં 100% વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત મધ્યપ્રદેશમાં ભારેથી અતિભાર વરસાદની પણ શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.

ન્યુઝ 18 ગુજરાતીના અહેવાલ અનુસાર, અંબાલાલ પટેલે 4થી6-7 સપ્ટેમ્બર દરમિયાન ઓરિસ્સા, ઝારખંડ સહિત દેશના પૂર્વ ભાગમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી. અરબી સમુદ્રમાં 10થી 14 સપ્ટેમ્બર દરમિયાન સિસ્ટમ બની શકે છે અને આ બે સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. તેમજ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભાગોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાઇ છે.

વરસાદી સિસ્ટમથી કચ્છના, ઉત્તર ગુજરાતના, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ સપ્ટેમ્બરની મધ્યમાં વરસાદ થવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આ દરમિયાન પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ થઈ શકે છે, જેની સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે.

Shah Jina