ચોમાસુ કેવું રહેશે એ અંગે હાવમાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ટીંટોડીના ઈંડા અનુસાર કહી આ વાત

ટીંટોડીના ઈંડા પરથી કેવી રીતે થાય છે ચોમાસામાં કેટલો વરસાદ થશે તેની આગાહી ? જાણો અંબાલાલ પટેલે જણાવી મહત્વની વાત

Ambalal Patel, Titodi Eggs : હાલ તો ગુજરાતમાં ઉનાળો લોકોના પરસેવા છોડવા રહ્યો છે. ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે હવે દરેક વ્યક્તિ વરસાદની રાહ જોઈ રહ્યું છે. ત્યારે ચોમાસુ કેવું રહેશે તેના વિશે પણ અલગ અલગ રીતે અનુમાન લગાવવામાં આવતું હોય છે. જેમાં નક્ષત્રો, પવનની દિશા, વાતાવરણમાં જોવા મળતા ફેરફાર અને પક્ષીઓની ચેષ્ટા દ્વારા અનુમાન લગાવાય છે.

ખાસ કરીને અપને વર્ષોથી આપણા બાપ દાદાઓ પાસેથી સાંભળતા આવ્યા છે કે ટીંટોડી ઈંડા ક્યાં મૂકે છે તેના આધારે ચોમાસુ કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવતું હોય છે. ટીંટોડીએ ઈંડા ક્યાં મૂકયું છે, કઈ જગ્યાએ અને કેટલી ઊંચાઈએ મુક્યા છે, કેટલા ઈંડા મુક્યા છે, ક્યાં મ્હને મુક્યા છે એ બધાના આધારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવતી હોય છે.

ત્યારે આ બાબતે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ કેટલીક માહિતી આપી હતી. તેમના જણાવ્યા અનુસાર ટીંટોડી જો અષાઢ મહિનામાં ઈંડા મૂકે એ ખુબ જ મહત્વનું છે. જો ટીંટોડી ચાર ઈંડા મૂકે તો ચાર મહિના વરસાદ સારો થશે, જો એક ઊંડું મૂકે તો અષાઢમાં, બે ઈંડા મૂકે તો શ્રાવણ માસમાં અને ત્રણ ઈંડા મૂકે તો ભાદરવા મહિના સુધી સારો વરસાદ થાય છે.

આ ઉપરાંત તેમને એમ પણ જણાવ્યું કે ઈંડાની અણીઓ નીચી રહે તો સારો વરસાદ થાય છે, જો ટીંટોડી ઊંચા સ્થાન પર ઈંડા મૂકે તો વરસાદ સારો થાય છે અને ચોમાસુ ભરપૂર રહે છે , જો ટીંટોડી ઈંડા નીચે મૂકે અથવા તો સૂકા તળાવ વચ્ચે ઈંડા મૂકે તો ચોમાસુ નબળું રહેવાનું પણ અંબાલાલ પટેલે જણાવ્યું હતું.

અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું કે પક્ષીઓને દુકાળ પાડવાનો હોય તેની પહેલાથી જ ખબર પડી જાય છે. ટીંટોડી સંવેદનશીલ પક્ષી છે જેના કારણે તેમને ખ્યાલ આવી જાય છે, પક્ષીઓની ચેષ્ટા, અવાજ અને માળા બાંધવાની પ્રક્રિયા દ્વારા પણ ચોમાસુ કેવી રહેશે તેની જાણકારી મળી જતી હોય છે.

Niraj Patel