ગુજરાત પર વાવાઝોડાનું સંકટ! અંબાલાલની ડરામણી આગાહી, ભારે આંધી વંટોળ સાથે આવશે આફત!

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી માવઠા થઈ રહ્યા છે. બીજી તરફ અરસસાગરમાં બનેલું લોપ્રેસર વાવાઝોડાંમાં બદલાઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં આવી રહેલા વાવાઝોડા અંગે રાજ્યના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ભયાનક આગાહી સામે આવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, સમુદ્રમાં આ વાવાઝોડાંના પવનની ગતિ 100 કિમી પ્રતિ કલાકની રહેશે. આ વાવાઝોડું ભારે તબાહીસૂચક છે.

તેમણે જણાવ્યું છે કે 23 મે એ હવાનુ હળવુ દબાણ સર્જાશે. આ સાથે 24-25 તારીખ આસપાસ હવાનુ હળવુ દબાણ ચક્રવાત બનશે. આ ચક્રવાત ખૂબ મોટું હશે. દરિયાઈ કાઠા વિસ્તારોમાં મૂશળધાર વરસાદ થશે. સમુદ્રમાં તેના પવનની ગતિ 100 કિમી પ્રતિ કલાકની હશે. આ પછી 26 મે પછી તે ફરી ગુજરાતમાં ત્રાટકશે. આ દરમિયાન શુષ્ક પવનની ગતિ પણ રહેશે. આ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે.અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે અમદાવાદ સહિતના મધ્ય ગુજરાતના ભાગોમાં મૂશળધાર વરસાદ થઈ શકે છે. આ સાથે અમદાવાદમાં હવાનું દબાણ 1 હજાર મિલિબાર આસપાસ રહેશે તો અરબ સાગરમાં હવાનું દબાણ 800-900 મિલિબાર આસપાસ રહેશે.

આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે, 23, 24, 25 સાર્વત્રિક વરસાદ આવી શકે, 26 અને 27 છૂટો છવાયો વરસાદ આવી શકે, અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આ સ્થિતિ ઉદભવી છે. આ સિસ્ટમ દરિયાને ઘમરોળશે અને તેના કારણે મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં 15 ઇંચ જેટલો વરસાદ પડશે.વધુમાં જણાવ્યું છે કે આ વરસાદ ભારે ગાજવીજ અને કડાકા ભડાકા વાળો રહેશે. જમીનના સ્તરે પર પવનની ગતિ 35-50 કિ.મીની રહેશે. પવનની ગતિ એટલી તેજ રહે છે કે કાચા મકાનના છાપરા ઉડી જાય અને ઘેટા બકરાના બચ્ચા ફંગોળાઈ જાય. આ ચક્રવાતના કારણે આજકાલમાં ભારતના દક્ષિણ છેડે ચોમાસું પહોંચી શકે છે.

તારીખ 26થી 29 સુધી તેની અસર ગુજરાતમાં રહેશે. આ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોામં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. બીજુ વાવાઝોડું બંગાળના ઉપસાગરમાં તારીખ 28 મેથી શરૂ થશે. જેને લીધે ચોમાસું કેરળના કાંઠેથી 28મેએ આવવાની શક્યતા રહેશે. જો મોડું થાય તો 4 અથવા 5મી જૂને ચોમાસું આવશે.

Raina
error: Unable To Copy Protected Content!