અંબાલાલ પટેલની કાતિલ ઠંડીને લઇને આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમવર્ષા…

રવિવારના રોજ રાજ્યના અલગ અલગ શહેરોમાં કમોસમી વરસાદે માઝા મૂકી, ત્યારે ફરી એકવાર રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ડણાવ્યુ કે મધ્ય-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં આજે વરસાદ વરસી શકે છે, જ્યારે 28 નવેમ્બરથી વાતાવરણ ચોખ્ખું થઈ શકે છે.

અંબાલાલ પટેલની આગાહી

આ ઉપરાંત 30 નવેમ્બરે ઉત્તરના પહાડો પર હિમવર્ષા થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, અંબાલાલ પટેલે જણાવ્યુ કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થશે અને તેને કારણે ધીમે ધીમે ઠંડીનું જોર પણ વધશે. જો કે, કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકશાન ભોગવવાનો વારો આવી શકે છે. માવઠાના કારણે કપાસના પાકમાં લીલી ખાખરી આવવાની સંભાવના છે.

રાજ્યમાં વધશે ઠંડીનું જોર

આ ઉપરાંત આજે અને આવતીકાલે વાતાવરણ ચોખ્ખું રહેવાનું પણ અંબાલાલ પટેલે જણાવ્યું હતુ. વરસાદ બાદ રાજ્યમાં ઠંડી પણ વધી છે. તાપમાનની વાત કરીએ તો, અમદાવાદ-વડોદરા-રાજકોટમાં 19 ડિગ્રી જ્યારે બનાસકાંઠા-ડીસામાં 18 ડિગ્રી અને સુરતમાં 22 તેમજ નલિયામાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Shah Jina