CM ભુપેન્દ્રએ કહ્યું ‘જેને ખાવું હશે તે ખાઇ શકે છે એમાં અમને વાંધો નથી, પણ જ્યાં…જાણો વિગત

ગુજરાતમાં પબ્લિક પ્લેસ પર નોનવેજ-ઈંડાની લારીઓ પર બેનની પહેલી જાહેરાત રાજકોટ કોર્પોરેશને કરી હતી. અને હવે એક પછી એક પાલિકાઓ ઇંડા-નોનવેજની લારીઓ પર બેન લગાવી રહ્યા છે. ઘણા મહાનગર પાલિકાઓ બાદ હવે આખરે ગુજરાતની સૌથી મોટી મહાનગરનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ નોનવેજ અને ઇંડાની લારીઓને જાહેરમાં નહી લગાવવા અંગેનો નિર્ણય લેવાયો છે.

જો કે આ CM ભુપેન્દ્રએ જણાવ્યું છે કે, વેજ નોનવેજની કોઇ વાત નથી. ટ્રાફીકમાં કે નાગરિકોને અડચણરૂપ હશે તેવી તમામ લારીઓ હટાવવામાં આવશે. CM ભુપેન્દ્રએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, જેને જે ખાવું હોય તે ખાય એમાં ગુજરાત સરકાર કોઇ હસ્તક્ષેપ ન કરે. જેમને જે ભાવતું હોય એ ખાય તેમાં સરકાર ક્યારે પણ હસ્તક્ષેપ કરવા માંગતી નથી.

પણ રોડમાં ટ્રાફિક બાબતે અડચણરૂપ લારીઓ હોય તેને હટાવવાની જવાબદારી તો સ્થાનિક તંત્ર અને ત્યાર બાદ સરકારની છે. એટલે આ પ્રકારની લારીઓ હટાવવામાં આવશે. આ અંગેની વૈકલ્પિક જગ્યાઓ આપવી સરકારની જવાબદારી નથી. પરંતુ ટ્રાફીકને નડશે તેવી તમામ લારીઓ અને બાંધકામો હટાવવામાં આવશે. તેમાં વેજ-નોનવેજ કે જાતી ધર્મ જોઇને આ કાર્યવાહી નહી થાય. માત્ર અગવડતા જોઇને જ કાર્યવાહી થશે.

વધુમાં તેમને કહ્યું કે, BJP કાર્યકરો કામકાજમાં ખુબ જ મજબુત છે. કાર્યકરોનું કામ થાય તો તેમાં અમે ખુશ છીએ અમારો પણ વટ પડશે. અમારો અને તમારો બંન્નેનો વટ પડશે. નગર પાલિકાએ આશરે 300થી 400 કરોડનાં કામ કર્યા છે. BJPનો કાર્યકર સુખમાં કોઇને સાથે ન ઉભો રહે તો કાંઇ નહી પરંતુ દુખમાં તો જરૂર ઉભો જ હશે. ભાજપનો કાર્યકર કોરોના દરમિયાન પ્રજાની પડખે ઉભો છે. કાર્યકરો હવે કામમાં મજબુત થઇ ગયા છે.

વધુમાં તેમણે જણાવ્યું છે કે નોનવેજ ઈંડા ખાતા લોકો કોઇ પણ નોનવેજ ખાઇ શકે છે. ખાદ્યપદાર્થો આરોગ્ય માટે હાનિકારક ન હોય શકે. પણ જાહેરમાં દબાણ કરી ઊભા રહી ધંધો ન કરી શકાયએ પણ ખાસ ધ્યાને રાખવું જોઈએ. તમને જાણવી દઈએ કે આજે જ અમદાવાદ મનપાની ટાઉન પ્લાનિંગ કમિટીએ નિર્ણય લીધો છે કે કોઈ પણ સ્કૂલ, કોલેજ, કોમ્યુનિટી હોલ, મુખ્યમાર્ગો, ધાર્મિક પ્લેસ આજુ બાજુ નોનવેજ ઈંડાની લારીઓ ઉભી રહી શકશે નહીં. બીજી તરફ આ મુદ્દે લારી ગલ્લાના પ્રમુખ રાકેશ મહેરિયાએ આંદોલનની ચીમકી આપી છે.

 

View this post on Instagram

 

A post shared by Nirav Parmar️️ (@niravparmar.in)

YC