આલિયા ભટ્ટે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં પહેરી હતી રામાયણ થીમવાળી સાડી, કિંમત અને ખાસિયત જાણી ઉડી જશે હોંશ
આલિયા ભટ્ટની રામાયણ થીમવાળી સાડી, 100 કલાકમાં બનીને થઇ હતી તૈયાર- જાણો કિંમત અને ખાસિયત
એ કહેવું ખોટુ નહિ હોય કે 22 જાન્યુઆરીનો દિવસ ઈતિહાસમાં લખાશે, કારણ કે આ દિવસે સમગ્ર દેશ જય શ્રી રામના નારાથી ગુંજી રહ્યો હતો અને એટલું જ નહીં જ્યાં જુઓ ત્યાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. અયોધ્યાના રામ મંદિરમાં થયેલ રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં બોલિવૂડ અને ક્રિકેટ જગત સાથે સાથે ઘણી મોટી હસ્તિઓ પણ આ ક્ષણનો ભાગ બની હતી.
આલિયા ભટ્ટની રામાયણ થીમવાળી સાડી
બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ પણ પતિ રણબીર કપૂર સાથે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થઇ હતી. આ દરમિયાન તેણે સિલ્કની સાડી પહેરી હતી. આ સાડીની સુંદરતા એ હતી કે પલ્લૂ પર રામાયણની કહાની ચિત્રિત કરવામાં આવી હતી. સાડી પર શિવ ધનુષ તોડવું, રાજા દશરથનું વચન, ગુહા સાથે નાવમાં સ્વર્ણ મૃગ, અપહરણ, રામ સેતુ, ભગવાન હનુમાનનું માતા સીતાને વીંટીં આપવી અને રામ પટ્ટાભિષેક જેવા દ્રશ્ય સાડીના પલ્લૂ પર પ્રિન્ટ કરવામાં આવ્યા હતા.
પટચિત્ર સાડીને બનાવવામાં લાગ્યા 100 કલાક
આલિયા ભટ્ટની આ સાડી માધુર્ય ક્રિએશન્સ નામના બુટિકમાંથી ખરીદવામાં આવી હતી. આલિયાએ આ સાડી સાથે મેચિંગ શોલ પણ કેરી કરી હતી. આલિયા ભટ્ટ અને માધુર્ય ક્રિએશને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ સાડીના ફોટા શેર કર્યા અને તેની વિશેષતા પણ જણાવી. આલિયાએ લખ્યું, “આ પટચિત્ર સાડીને બનાવવામાં 100 કલાક લાગ્યા. રામાયણના તમામ એપિસોડ તેમાં બતાવવામાં આવ્યા છે.”
આલિયાની તસવીરો શેર કરતા માધુર્ય ક્રિએશને લખ્યું- આ સાડીમાં ત્રણ પેનલ છે. તેમાં રામ દ્વારા શિવ ધનુષ તોડવું, રઘુકુલન નીતિ, દશરથનું વચન, સુવર્ણ હરણ, લક્ષ્મણ રેખા ઓળંગવી, રામ સેતુનું નિર્માણ, હનુમાન દ્વારા સીતાને રામની વીંટી આપવી, રામનો પટ્ટાભિષેક છે. આ મૈસુર સિલ્ક સાડી છે અને પલ્લુ હાથથી પેંટ કરવામાં આવ્યો છે.આલિયા માધુર્ય ક્રિએશનની બ્રાન્ડને એન્ડોર્સ પણ કરી ચૂકી છે.
આલિયા ભટ્ટનો સંપૂર્ણ લુક
આ સાડીને અમી પટેલે ડિઝાઇન કરી છે. આલિયાએ આ સાડી સાથે જે શોલ કેરી કરી હતી તે Dusala India ની હતી. આલિયાએ આ સાડી સાથે ડીપ વી નેકલાઇન વાળો બ્લાઉઝ પહેર્યો હતો અને મેચિંગ શોલ કેરી કરી હતી. તેણે સાડીની ડ્રેપિંગ સ્ટાઇલને પણ ફ્રી લુકમાં રાખી હતી, જેને કારણે આ અટાયરની ફોલથી લઇને ફિટિંગ સુધી બધુ એકદમ સારી રીતે હાઇલાઇટ થઇ રહ્યુ હતુ. જ્વેલરીની વાત કરીએ તો, તેણે હેવી ઇયરિંગ્સ સાથે લાઇટ વેઇટ રિંગ અને એક હાથમાં બ્રેસલેટ પહેર્યુ હતુ, આ સાથે તેણે પોટલી બેગ પણ કેરી કરી હતી.
View this post on Instagram