અંગત તસવીર લીક થયા વાળ ફોટોગ્રાફને મળવા માટે આવી આલિયા ભટ્ટ, દૂર રહેવા માટે કર્યો ઈશારો.. વીડિયો થયો વાયરલ જુઓ

પરમિશન વગર તેની તસવીર લીક કરી દીધા બાદ પેપરાજી સામે આવી આલિયા ભટ્ટ, જાણો સમગ્ર મામલો

બોલીવુડની અભિનેત્રી આલિયા ભટ્ટ છેલ્લા ઘણા સમયથી સતત ચર્ચામાં રહે છે. આલિયાએ રણબીર સાથે લગ્ન કર્યા બાદ એક બાળકની માતા પણ બની ગઈ છે અને માતા બન્યાના થોડા જ સમયમાં તેને પોતાનો લુક પણ પહેલા કેવો જ કરી નાખવાને લઈને પણ ચર્ચામાં આવી હતી. ત્યારે હાલ તે એક તેની અંગત તસવીર વાયરલ થવાને લઈએં ચર્ચામાં આવી છે.

બે દિવસ પહેલા જ્યારે આલિયા તેના ઘરે આરામ કરી રહી હતી ત્યારે કેટલાક પેપરાજીઓએ તેની પરવાનગી વગર તેની તસવીરો ક્લિક કરી હતી. આટલું જ નહીં તેણે આલિયાના ખાનગી ફોટા પણ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા. પેપરાજી દ્વારા કરવામાં આવેલ આ કૃત્ય છતાં આલિયાએ સ્મિત સાથે પોઝ આપ્યો. અભિનેત્રીની આ સાદગીના લોકો વખાણ કરી રહ્યા છે. જોકે આ દરમિયાન કંઈક બીજું પણ જોવા મળ્યું હતું.

જે વીડિયો સામે આવ્યો છે તેમાં આલિયા ભટ્ટ સંપૂર્ણ સુરક્ષા સાથે જોવા મળી રહી છે. આટલું જ નહીં, જ્યારે પેપરાજી આલિયાની તસવીરો ક્લિક કરવા માટે તેની નજીક આવી રહ્યા હતા, ત્યારે આલિયાએ તેનો હાથ બતાવ્યો અને અંતર જાળવવાનો સંકેત આપ્યો. તમને જણાવી દઈએ કે, ફોટો લીક કેસ બાદ આલિયાના પતિ રણબીર કપૂરે આલિયાની સુરક્ષા વધારી દીધી છે. આ દરમિયાન આલિયા ભટ્ટે લાઇટ પિંક કલરના ટોપ સાથે ડાર્ક પિંક કલરનો ઓવરસાઈઝ સૂટ પહેર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

રણબીર કપૂર પેપરાજીથી ઘણો નારાજ છે. બોલિવૂડ લાઈફના એક રિપોર્ટ અનુસાર, રણબીર કપૂર ન્યૂઝ પોર્ટલના ફોટોગ્રાફર્સ વિરુદ્ધ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યો છે. હકીકતમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે ETimes ફોટોગ્રાફર્સે રાહાની ખાસ તસવીરો મેળવવા માટે આ બધું કર્યું હતું. આ જ કારણ છે કે હવે રણબીર ETimes સામે પગલાં લેવાનું વિચારી રહ્યો છે. જો કે હજુ સુધી આ મામલે રણબીર તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

Niraj Patel