આલિયા ભટ્ટે વીડિયો શેર કરી ચાહકોને આપી આ ખુશખબરી !

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ આ દિવસોમાં લગ્ન પછીના તેના લુક્સને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી છે. હવે અભિનેત્રીએ લગ્નની તસવીરો બાદ પહેલી પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે. વીડિયો શેર કરતી વખતે આલિયાએ ફેન્સ સાથે સારા સમાચાર શેર કર્યા છે. આલિયા ભટ્ટ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં, અભિનેત્રીએ કેટલાક સુંદર દ્રશ્યો અને તેના સુંદર દેખાવને ચાહકો સાથે શેર કર્યા છે. તસવીરોમાં આલિયા એથનિક લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ સાથે અભિનેત્રીએ કેપ્શનમાં ગુડ ન્યુઝ પણ શેર કરી છે.

આલિયા ભટ્ટે તેની છેલ્લી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની OTT રિલીઝની જાહેરાત કરી છે. બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યા બાદ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ હવે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, ‘મૂવી નાઈટ. ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે 14 એપ્રિલે પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા.

બંનેના લગ્ન ભલે ઘનિષ્ઠ હતા, પરંતુ લગ્નમાં બધું જ ખાસ હતું. આલિયાના વેડિંગ લૂકે પણ ઘણી હેડલાઈન્સ બનાવી હતી. અભિનેત્રીની કલીરો અને મંગળસૂત્રમાં રણબીર કપૂરનો લકી નંબર 8 હાજર હતો. બંનેના લગ્નની તસવીરો અત્યાર સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છવાયેલી છે. લગ્ન પછી કપલે વાસ્તુમાં જ રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં બોલિવૂડની ઘણી જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. આલિયા અને રણબીરના રિસેપ્શનમાં શાહરૂખ ખાન, ગૌરી ખાન, કરણ જોહર, મલાઈકા અરોરા, અર્જુન કપૂર, અયાન મુખર્જી સહિત ઘણા સેલેબ્સ પહોંચ્યા હતા.

બંને લગ્નના થોડા દિવસો બાદ પોતપોતાના કામ પર પાછા ફર્યા છે.આલિયાએ તેની આગામી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નું શૂટિંગ શરૂ કરી દીધું છે, જયારે રણબીરે ‘એનિમલ’ ફિલ્મનું શુટિંગ શરૂ કર્યું છે.આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નને ગણતરીના દિવસો જ થયા છે. ઇન્ટરનેટ પર, જ્યાં ચાહકો હજી પણ અભિનેત્રીના લગ્નના આલ્બમથી સંતુષ્ટ ન હતા, ત્યાં આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પર સિનેમાની દુનિયાના ટોચના પ્રભાવકોમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt)

લગ્નના થોડા દિવસો પછી આલિયા ભટ્ટનું નામ ઇન્સ્ટાગ્રામના ટોપ 5 ઇન્ફલુએન્સરની યાદીમાં સામેલ થઈ ગયું છે. આ લિસ્ટમાં સામેલ થનારી આલિયા એકમાત્ર ભારતીય અને એશિયન અભિનેત્રી છે. આ સિવાય એવું કહેવામાં આવી રહ્યું છે કે આલિયા ભટ્ટે ટોપ 5ની આ રેન્કિંગમાં ચોથા સ્થાને પોતાનું નામ નોંધાવ્યું છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ લિસ્ટમાં હોલિવૂડ સ્ટાર ઝેન્ડાયા નંબર વન અને ટોમ હોલેન્ડ બીજા નંબર પર છે.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

જ્યારે વિલ સ્મિથ ત્રીજા અને જેનિફર લોપેઝ પાંચમા નંબર પર છે. આલિયા ભટ્ટ હાલમાં બોલિવૂડની સૌથી વ્યસ્ત અભિનેત્રી છે. તાજેતરમાં ગંગુબાઈ કાઠિયાવાડી અને RRR બોક્સ ઓફિસ પર હિટ થયા પછી, ચાહકો હવે આલિયાની આગામી ફિલ્મોની રાહ જોઈ રહ્યા છે, જેમાં બ્રહ્માસ્ત્ર, રોકી ઔર રાની કી પ્રેમ કહાની અને ઝી લે ઝરાનો સમાવેશ થાય છે. માત્ર બોલિવૂડ જ નહીં, આલિયા હવે હોલીવુડમાં પણ પોતાનો ડંકો વગાડવા માટે તૈયાર છે. તે ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’થી ડેબ્યૂ કરવા જઈ રહી છે.

Shah Jina