આ તારીખે બનવા જઇ રહ્યો ગજ કેસરી યોગ! આ 5 રાશિના જાતકોનું ચમકશે ભાગ્ય, લક્ષ્મીજીની બની રહશે કૃપા..થઈ જશો માલામાલ

જ્યોતિષશાસ્ત્રમાં એવું કહેવામાં આવે છે કે ચંદ્ર સૌથી ઝડપી ગતિએ પોતાની રાશિ બદલે છે. આવી સ્થિતિમાં, ચંદ્ર ટૂંક સમયમાં દેવ ગુરુ બૃહસ્પતિ સાથે યુતિ બનાવવા જઈ રહ્યો છે. બંનેના જોડાણથી એક શક્તિશાળી ગજકેસરી યોગ બનશે, જેના કારણે અનેક રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં લાભ મળશે. અક્ષય તૃતીયા પહેલા ચંદ્રમા મેષ રાશિમાંથી નિકળીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે અને આ રાશિમાં તેની યુતિ દેવગુરુ બૃહસ્પતિ સાથે થશે. આ યુતિ એક શક્તિશાળી ગજકેસરી યોગનું નિર્માણ કરશે.

ગજકેસરી યોગ જ્યારે ચંદ્રમા અને ગુરુ એક જ રાશિમાં અથાવા કેન્દ્ર સ્થાન એટલે તે 1, 4, 7 કે 10મા ભાવમાં હોય છે, ત્યારે બને છે. આ યોગ વ્યક્તિને શક્તિશાળી, બુદ્ધિમાન, પ્રતિષ્ઠિત, ધનવાન અને ભાગ્યશાળી બનાવે છે. 29 એપ્રિલ 2025ના રોજ 02:53 AM વાગ્યે ચંદ્રમાં મેષ રાશિમાંથી નિકળીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં તેમની યુતિ ત્યાં પહેલાથી જ હાજર દેવગુરુ બૃહસ્પતિ સાથે થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગજકેસરી યોગના શુભ પ્રભાવથી કાર્યમાં સફળતા, માન-સન્માન અને ધનલાભનો યોગ બને છે. આ યોગ ખાસ કરીને 5 રાશિના લોકો માટે જીવનમાં સમૃદ્ધિ, સફળતા અને આર્થિક લાભ લાવશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ ફળદાયી રહેવાનો છે, આ રાશિમાં ગુરુ અને ચંદ્રમાની યુતિ બની રહી છે. આ યોગ અટવાયેલા કાર્યો પૂર્ણ કરવામાં મદદરૂપ બનશે. કરિયરમાં નવી સંભાવનાઓ ઉભરી આવશે, જે પ્રગતિના પંથ ખોલશે. રોકાણથી મોટો લાભ મળવાની સંભાવના છે, જેનાથી આર્થિક સ્થિતિ ખૂબ મજબૂત બનશે. પારિવારિક જીવનમાં પણ સુખદ અનુભવો થશે અને કોઈ સારા સમાચાર મળી શકે છે, જેના કારણે ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે.

કર્ક રાશિ

આ સમય ગજકેસરી યોગના પ્રભાવને કારણે કર્ક રાશિણા જાતકો માટે ખૂબ જ ફળદાયી રહેશે. માં લક્ષ્મીની અસીમ કૃપાથી નસીબનો સંપૂર્ણ સાથ મળશે અને નવી શરૂઆતમાં સફળતા મળી શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા કોઈ નવી જવાબદારીની તક મળી શકે છે. પારિવારિક સુખ વધશે અને માનસિક રીતે પણ તમે સંતુલિત અનુભવશો. આ સમય આર્થિક દ્રષ્ટિકોણથી ખૂબ જ ફાયદાકારક રહેશે અને તમારી આવકમાં વધારો થઈ શકે છે.

તુલા રાશિ

આ રાશિના જાતકો માટે આ સમય આર્થિક પ્રગતિ અને સૌભાગ્ય લઈને આવશે. આવકના નવા સ્ત્રોત વિકસિત થશે અને વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને નફાની સારી તકો મળશે. ધન એકઠા થતાં મન ખુશ રહેશે. આ ઉપરાંત મિલકત અથવા વાહન ખરીદવાની શક્યતા બની શકે છે, જે જીવનમાં સ્થિરતા લાવશે. વિવાહિત જીવનમાં સુમેળ રહેશે અને પરસ્પર સમજણ વધશે. આ સમયે કોઈપણ મોટી યોજના સફળ થઈ શકે છે.

ધન રાશિ

ધન રાશિના સ્વામી ગુરુ પોતે છે, અને તેમની હાજરીથી સર્જાતો યોગ આ રાશિના લોકો માટે ઘણી અભૂતપૂર્વ તકોના દ્વાર ખોલી શકે છે. કરિયરમાં નવી ઊંચાઈઓ સુધી પહોંચવાની તક મળશે. તમારી આવક વધશે, અટવાયેલા કામ પૂર્ણ થશે. શિક્ષણ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાના સંકેતો પણ છે. વિદેશ યાત્રા અથવા વિઝાની શક્યતા બની શકે છે, જે જીવનમાં નવો વળાંક લાવી શકે છે. આ સમય દરમિયાન તમને સમાજમાં માન અને ખ્યાતિ મળશે અને તમારી આધ્યાત્મિક રુચિ પણ વધી શકે છે.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે આ સમય નાણાકીય સ્થિરતા અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો કરશે. દરેક કામમાંથી આર્થિક લાભ થશે. આ સાથે બચતમાં પણ વધારો થશે. તમને મિત્રો અને સહકર્મીઓનો સંપૂર્ણ સાથ મળશે, જેના કારણે કાર્યો સરળતાથી પૂર્ણ થઈ શકશે. સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લેશે અને તેનાથી તમારી લોકપ્રિયતા વધશે. તમને તમારા જીવનસાથીનો સહયોગ પણ મળશે. તરક્કીના અનેક દ્વાર ખુલશે.

(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)

Raina
error: Unable To Copy Protected Content!