બાબા કેદારનાથના દર્શને પહોંચેલા અક્ષય કુમારને જોઈને ચાહકો થયા ક્રેઝી, સેલ્ફી અને ફોટો લેવા માટે થઇ ગઈ પડાપડી, અભિનેતાએ બે હાથ જોડીને… જુઓ વીડિયો

ખુલ્લા પગે બાબા કેદારનાથના દર્શન કરવા માટે પહોંચ્યો અક્ષય કુમાર, જોવા માટે ઉમટ્યા લોકોના ટોળા, વીડિયો થયા વાયરલ, જુઓ

Akshay Kumar Visited Kedarnath Dham : બોલીવુડના સેલેબ્રિટીઓ હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતા હોય છે અને તેમાં પણ તે જ્યારે જાહેરમાં આવે છે ત્યારે તેમના ચાહકો પણ તેમને જોઈને અધીરા થતા હોય છે અને તેમની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી પણ કરતા હોય છે. ત્યારે ઘણીવાર સેલેબ્સ પોતાની ફિલ્મના પ્રમોશન માટે દેવ મંદિરોમાં પણ આશીર્વાદ લેવા જતા હોય છે.

હાલ અભિનેતા અક્ષય કુમાર ઉત્તરાખંડના પ્રવાસે છે અને તે બાબા કેદારનાથ ધામમાં પહોંચ્યો હતો. અક્ષય કુમારે ચારેબાજુ ઊંચા પર્વતોની વચ્ચે કેદારનાથ મંદિરનો નજારો શેર કર્યો છે અને લખ્યું છે, ‘જય બાબા ભોલેનાથ.’ આ તસવીરમાં બેકગ્રાઉન્ડમાં ‘હર હર શંભુ’ ગીત વાગી રહ્યું છે.
કેદારનાથની અંદરથી અક્ષયનો વીડિયો પણ સામે આવ્યો છે.

બાબાના દર્શન કરીને બહાર આવ્યા બાદ અક્ષય હાથ જોડીને જોવા મળે છે અને ત્યાં હાજર લોકો ‘જય ભોલેનાથ’ ના નારા લગાવતા જોવા મળે છે. મંદિરમાં અક્ષયની આસપાસ ભારે ભીડ જોવા મળે છે અને અક્ષય તેમની સાથે ખૂબ જ આરામથી ઊભો જોવા મળે છે. જોકે અક્ષયને લઈને ત્યાં સુરક્ષા પણ તૈનાત છે, પરંતુ મંદિરમાં તે સામાન્ય ભક્તોની સાથે તેના રંગમાં રંગાયેલો જોવા મળે છે.

અક્ષય કુમાર મંગળવારે સવારે 11.15 કલાકે કેદારનાથ ધામ પહોંચ્યો હતો. તેની સાથે કૌટુંબિક મિત્ર સુમિત અડાલકા પણ હાજર હતા. તે VIP હેલિપેડથી ધામ સુધી ખુલ્લા પગે આવ્યો હતો. તેમને BKTC દ્વારા આતિથ્ય સાથે મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા હતા. આ પછી તે મંદિર પહોંચ્યા. જ્યાં તેમણે તમામ વિધિઓ સાથે બાબાની અભિષેક પૂજા કરી હતી. દર્શન કર્યા બાદ અક્ષયે મંદિર પરિસરમાં પોતાના ચાહકોનું અભિવાદન કર્યું હતું. તેમના ચાહકો સેલ્ફી અને ફોટોગ્રાફ્સ માટે મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

અક્ષય કુમાર પોતાની આગામી ફિલ્મના શૂટિંગ માટે દેહરાદૂન પહોંચ્યા હતા અને મંગળવારે હેલિપેડથી કેદારનાથ પહોંચ્યો હતો. તેણે અહીં બાબાની મુલાકાત લીધી અને પછી તેણે રૂડકીમાં શૂટિંગ કરવાનું છે. હાલમાં જ અક્ષય કુમારનું ગીત ‘ક્યા લોગે તુમ’ રિલીઝ થયું છે, જે બી પ્રાક દ્વારા ગાયું છે. આ ગીત અક્ષય અને અમાયરા દસ્તુર વચ્ચે ચિત્રિત કરવામાં આવ્યું છે. આ પહેલા બી પ્રાક અને અક્ષય ‘ફિલહાલ’ અને ‘ફિલહાલ 2’માં પણ સાથે કામ કરી ચૂક્યા છે.

Niraj Patel