‘વિમલ પાન મસાલા’ની જાહેરાત જોતા જ લોકોએ ઉડાવી મજાક! અક્ષય બોલ્યો- જુબાં કેસરી, તો બાબુ રાવે કહ્યુ- મોમાંથી વિમલ નીકાળી વાત કર રે બાબા !

તમે ટીવી પર વિમલ પાન મસાલાની જાહેરાત જોઈ જ હશે, જેની પંચલાઇન છે બોલો જુબાં કેસરી… બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગન એક સમયે આ જાહેરાતનો ભાગ હતો. જેના કારણે લોકોએ તેને ખૂબ ટ્રોલ કર્યો હતો. આ પછી શાહરૂખ ખાન પણ આ જાહેરાતમાં જોવા મળ્યો હતો અને લોકોએ તેને પણ ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે હવે અજય દેવગન અને શાહરૂખ ખાન બાદ આ જાહેરખબરમાં વધુ એક બોલિવૂડ સુપરસ્ટારે એન્ટ્રી લીધી છે અને અગાઉના કલાકારોને લોકો દ્વારા જે રીતે ટ્રોલ કરવામાં આવતા હતા, આ અભિનેતાનુ પણ એવું જ સ્વાગત થઇ રહ્યું છે. સમાચાર છે કે હવે વિમલની એડમાં અક્ષય કુમારનું નામ પણ જોડાઈ ગયું છે.

આ પાન મસાલા કંપનીની જાહેરાતમાં તે અજય દેવગન અને શાહરૂખ ખાન સાથે જોવા મળશે. મીડિયા અહેવાલો અનુસાર, શરૂઆતમાં તે પાન મસાલાની કોઈપણ કંપનીની જાહેરાતમાં જવા માટે સંકોચ અનુભવતો હતો, પરંતુ કદાચ તે જાહેરાતની મોટી રકમને નકારી શક્યો નહીં હોય અને તે બાદ તે રાજી થઈ ગયો હશે. અક્ષય કુમાર હવે વિમલ ઈલાઈચીની નવી જાહેરાતમાં અજય દેવગન અને શાહરૂખ ખાન સાથે પણ જોવા મળે છે. ટીવીસીમાં દેવગણ કાર ચલાવતો અને શાહરૂખ તેની બાજુમાં બેઠેલો બતાવે છે.

ત્યારે શાહરુખ કહે છે, “જુઓ, નવો ખેલાડી કોણ છે?” ત્યારબાદ વિડિયોમાં અક્ષય કુમાર આવે છે, જે તલવાર વડે ‘વિમલ ઈલાઈચી’નું પેકેટ કાપી નાખે છે. શાહરૂખ ખાન બાદ હવે બોલિવૂડ ખેલાડી અક્ષય કુમાર પણ અજય દેવગન સાથે પાન મસાલાની બ્રાન્ડને પ્રમોટ કરી રહ્યો છે. ભલે આ ત્રણેય બોલિવૂડ સ્ટાર્સ આ બ્રાન્ડ દ્વારા સાથે જોવા મળે છે, પરંતુ અક્ષયના આ નિર્ણયની સખત નિંદા કરી રહ્યા છે. ચાહકોનું કહેવું છે કે સિગારેટ છોડવા માટે પ્રોત્સાહિત કરનારા કલાકારો હવે ગુટખાની બ્રાન્ડને પ્રમોટ કરી રહ્યા છે.

જ્યારે તેણે અગાઉ કહ્યું હતું કે તે ગુટખાને પ્રોત્સાહન નહીં આપે. વિમલ ઈલાઈચીના યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર વિડિયો શેર થતાની સાથે જ ઈન્ટરનેટ પર કેટલાય મીમ્સ વાયરલ થઈ ગયા. એક યુઝરે લખ્યું, “હીરોગીરી યે ફૂ ફૂ કરને મેં નહીં થૂ થૂ કરને મેં હૈ.” અન્ય એક યુઝરે લખ્યું, “અક્ષય સરે તેનું દિલ તોડી નાખ્યું. જ્યારે એકે લખ્યું, “અક્ષય કુમારે એકવાર કહ્યું હતું કે તે ગુટખાની જાહેરાતોને પ્રમોટ નહીં કરે અને હવે તે જ કરી રહ્યો છે.” તમને જણાવી દઈએ કે અક્ષય કુમારને ફિટનેસ ફ્રીક માનવામાં આવે છે.

આ સાથે તે એક જાહેરાતમાં સિગારેટનો વિરોધ કરતો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કહી રહ્યો છે કે તે એવા ઉત્પાદનોને ક્યારેય પ્રમોટ કરશે નહીં કે જેનાથી કોઈના સ્વાસ્થ્ય માટે કોઈ પ્રકારનું જોખમ હોય. અક્ષય કહી રહ્યો છે કે તેને ગુટખા કંપની તરફથી ઘણી વખત ઓફર મળી હતી, જેના માટે તેને ઘણા પૈસા મળી શકે છે. પરંતુ તેણે આ ઓફર ઠુકરાવી દીધી હતી. કારણ કે તેઓ પૈસા માટે ખોટી વસ્તુને પ્રોત્સાહન નહીં આપે.

અક્ષય કુમારના ચાહકો ઉપરાંત સેન્સર બોર્ડના ભૂતપૂર્વ વડા પહલાજ નિહલાનીએ પણ અક્ષય કુમારની નિંદા કરી છે. તેણે કહ્યું છે કે સ્વચ્છ ઈમેજ ધરાવતો એક્ટર કેન્સરગ્રસ્ત પ્રોડક્ટને પ્રમોટ કરી રહ્યો છે. આ જાહેરાતમાં અક્ષય કુમારનો અવતાર જોવા જેવો છે. તે સ્વેગમાં ચશ્મા પહેરેલો બ્લેક આઉટફિટમાં જોવા મળી રહ્યો છે. શાહરૂખ ખાન અને અજય દેવગન પણ સ્વેગથી ભરપૂર અંદાજમાં જોવા મળે છે.

સોશિયલ મીડિયા યુઝર્સ અને મીમર્સ આ જાહેરાત જોઈને મજા લઇ રહ્યા છે. અક્ષય કુમારની આ જાહેરાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ સાથે ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર પણ તેના જબરદસ્ત મીમ્સનો દબદબો છે. અક્ષય કુમારના પ્રોજેક્ટની વાત કરીએ તો તે જલ્દી જ ફિલ્મ પૃથ્વીરાજમાં જોવા મળશે. આ ફિલ્મનું ટીઝર હવે તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યું છે.

આવી સ્થિતિમાં તેને દક્ષિણના લોકો તરફથી પ્રેમ મળી રહ્યો છે. મિસ વર્લ્ડ 2017 પૃથ્વીરાજ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કર્યું છે. પૃથ્વીરાજ 3 જૂને સિનેમાઘરોમાં આવશે. પૃથ્વીરાજ ઉપરાંત અક્ષય કુમાર રામ સેતુ, રક્ષા બંધન, મિશન સિન્ડ્રેલા, સેલ્ફી અને OMG 2 – ઓહ માય ગોડ 2 જેવી ફિલ્મોમાં જોવા મળશે.

Shah Jina