બેરીકેડ તોડી અક્ષય કુમારને મળવા પહોંચ્યો ફેન, બોડીગાર્ડે માર્યો ધક્કો, પછી એક્ટરે જે કર્યુ તેની થઇ રહી છે પ્રશંસા
અક્ષય કુમાર આ દિવસોમાં તેની અપકમિંગ ફિલ્મ સેલ્ફીને લઇને ચર્ચામાં છે. ખેલાડી કુમાર જોરોશોરોથી આ ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે. હાલમાં જ તે ઇમરાન હાશમી સાથે મુંબઇ મેટ્રના સફર પર નીકળ્યો હતો. તે બાદ હવે અક્ષય ફરી મુંબઇના ઇવેન્ટમાં ફિલ્મનું પ્રમોશન કરતો જોવા મળ્યો. ઇવેન્ટ દરમિયાન અક્ષયને એક ફેને બેરીકેડ કૂદી મળવાની કોશિશ કરી પણ તે બાદ જે થયુ તેની કદાચ જ કોઇએ કલ્પના કરી હશે.
અક્ષય કુમાર-ઇમરાન હાશમીની ફિલ્મ સેલ્ફી એક સ્ટાર અને તેના ફેનની કહાની છે. અક્ષયની ફિલ્મ રીલિઝ પહેલા જ રિયલ લાઇફમાં ફિલ્મી સીન જોવા મળ્યો. મુંબઇમાં થયેલ ઇવેન્ટમાં અક્ષય સેલ્ફીનું પ્રમોશન કરી રહ્યો હતો. ઇમરાન હાશમી અને અક્ષય કુમારે ચાહકોને એન્ટરટેઇન કરવા ડાંસ પણ કર્યો. પહેલા તો બધુ ફ્લોમાં જઇ રહ્યુ હતુ ત્યારે ખેલાડી કુમારને મળવા માટે બેકાબૂ થઇ ગઇ. આ દરમિયાન એક ફેન બેરીકેડ તોડી અક્ષય કુમારને મળવા માટે પહોચ્યો,
પણ બોડીગાર્ડ્સે તેને ધક્કો મારી દૂર ભગાવ્યો અને તે જમીન પર પડી ગયો. અક્ષયે જેવું જ આ જોયુ કે તેણે તે ફેનને પાસે જઇ ગળે લગાવ્યો. આ નજારો પેપરાજીના કેમેરામાં કેદ થઇ ગયો અને હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ફેન પ્રતિ અક્ષયનો આવો પ્રેમ જોઇ લોકોનું દિલ ખુશ થઇ ગયુ. સોશિયલ મીડિયા પર અક્ષયા બડપ્પનની ઘણી ચર્ચા થઇ રહી છે. આવું પહેલીવાર નથી કે જ્યારે અક્ષયે ચાહકોને આવી રીતે સરપ્રાઇઝ આપ્યુ હોય.
View this post on Instagram
આ પહેલા પણ ઇમરાન અને અક્ષય મુંબઇ મેટ્રો ફિલ્મનું પ્રમોશન કરવા પહોંચ્યા હતા, ત્યારે તેમણે મેટ્રોમાં ચાહકો સાથે ડાંસ પણ કર્યો હતો. જણાવી દઇએ કે, સેલ્ફી 24 જાન્યુઆરીએ થિયટરોમાં રીલિઝ માટે તૈયાર છે. આ ફિલ્મના ગીત હિટ થઇ ચૂક્યા છે. હવે જોવાનું એ રહેશે કે અક્ષય અને ઇમરાનની જોડી શું કમાલ કરે છે.