સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી અને ફિલ્મ નિર્દેશક ઐશ્વર્યા રજનીકાંત અચાનક ચર્ચામાં આવી છે. તમને જણાવી દઈએ કે મંગળવાર એટલે કે 21 માર્ચના રોજ ઐશ્વર્યાના ઘરમાં એક મોટી ચોરી થઈ હતી જેમાં લોકરમાંથી તેના ઘરેણા ગાયબ થવાની વાત સામે આવી. ઐશ્વર્યાએ આ અંગે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી અને હવે આ મામલે કાર્યવાહી પણ કરવામાં આવી છે. જે લોકોએ ઐશ્વર્યાના ઘરના લોકરમાંથી તેની જ્વેલરીની ચોરી કરી હતી,
તે લોકો વર્ષોથી તે ઘરમાં રહેતા હતા અને આ સ્ટારકિડને તેમના પર ઘણો વિશ્વાસ હતો. 21 માર્ચ 2023ના રોજ, રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા રજનીકાંતના ઘરે ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ નિર્માતાના લોકરમાંથી લગભગ 100 તોલા સોનું અને ત્રણ-ચાર કિલો ચાંદીના દાગીનાની ચોરી થઈ છે અને તેની પાછળ તેનો ડ્રાઈવર અને નોકરાણીનો હાથ છે. તમને જણાવી દઈએ કે ચોરીના આ મામલામાં પોલીસે ઐશ્વર્યાની 18 વર્ષ જૂની નોકરાણીની ધરપકડ કરી છે,
જેણે ડ્રાઈવરના કહેવા પર આ ચોરી કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે નોકરાણીને ખબર હતી કે ઐશ્વર્યાના લોકરની ચાવી ક્યાં રાખવામાં આવી છે અને તેણે ઘણી વખત લોકર ખોલીને દાગીના અને અન્ય વસ્તુઓની ચોરી કરી. ચોરીના દાગીનાથી નોકરાણીએ ઘર પણ ખરીદ્યું હતુ. હાલ પોલીસે ઘરના તમામ કાગળો જપ્ત કરી લીધા છે. ઐશ્વર્યાએ ગયા મહિને પોલીસમાં ચોરીની ફરિયાદ કરી હતી. ચોરીના દાગીનામાં હીરાનો સેટ, નવરત્ન સેટ, નેકલેસ, બંગડીઓ અને જૂના સોનાના દાગીનાનો સમાવેશ થાય છે.
ઐશ્વર્યાનું કહેવું છે કે તેણે આ ઘરેણાં છેલ્લી વખત 2019માં તેની બહેન સૌંદર્યાના લગ્નમાં પહેર્યા હતા, ત્યાર બાદ તેણે તેને પોતાના લોકરમાં રાખ્યા હતા. પણ 10 ફેબ્રુઆરીએ લોકરમાંથી તે મળ્યા નહિ. જે બાદ તેણે ઘરના કેટલાક નોકર પર શંકા વ્યક્ત કરતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને પોલિસે એશ્વર્યાના ડ્રાઇવર અને તેની 18 વર્ષ જૂની નોકરાણીની ધરપકડ કરી છે. જણાવી દઇએ કે, એશ્વર્યા સાઉથ સુપરસ્ટાર ધનુષની એક્સ વાઇફ છે.