AHD varsil patel accident: અવાર નવાર વિદેશમાં ગુજરાતીઓ કે ભારતીયોના મોતની ખબર સામે આવતી રહે છે, જેમાં કેટલીકવાર અકસ્માત તો કેટલીકવાર રહસ્યમય સંજોગોમાં મોત થતા કિસ્સા સામે આવે છે. ત્યારે હાલમાં વધુ એક ગુજરાતીનું મોત કેનેડામાં થયાની ખબર સામે આવી રહી છે. કેનેડામાં ઓન્ટારિયો પ્રોવિન્સના બેરી શહેર ખાતે એક અકસ્માતમાં અમદાવાદના 19 વર્ષીય વર્સિલ પટેલનું મોત નિપજ્યુ, વર્સિલ કેનેડામાં હાયર એજ્યુકેશન માટે ગયો હતો અને ત્યાં તે એક રોડ અકસ્માતનો ભોગ બન્યો.
વર્સિલના મિત્રોએ ક્રાઉડ ફંડિંગથી ફંડ એકઠું કરવાનો પ્રયાસ કર્યો
હાલ તો તેના મૃતદેહને ભારત લાવવા માટે લગભગ 30000 કેનેડિયન ડોલર જેટલો જંગી ખર્ચ આવી શકે છે અને આ માટે તેના કેટલાક મિત્રોએ ક્રાઉડ ફંડિંગથી ફંડ એકઠું કરવાનો પ્રયાસ કર્યો છે. અત્યાર સુધી લગભગ 21 હજાર ડોલર કે તેનાથી વધુ એકઠા તો થઇ પણ ચૂક્યા છે. વર્સિલના મિત્રો દ્વારા સોશિયલ મીડિયા પર લોકોને ઉદાર હાથે દાન કરવા વિનંતી કરી કારણ કે વર્સિલનાં પરિવારજનો તેમના દીકરાનું મોઢું જોઈ શકે. ત્યારે અકસ્માત કેસમાં પોલિસે એક કાર ડ્રાઈવરની ધરપકડ કરી છે.
મૃતદેહને ભારત લઈ જવામાં 30,000 ડોલર જેટલો જંગી ખર્ચ
વર્સિલના રાજન પટેલ નામના મિત્રએ gofundme નામની વેબસાઈટ પર લખ્યું કે વર્ષિલના પરિવારને થોડું દાન આપશો તો તેને ઘણો ટેકો મળશે. બેરી ખાતે 21 જુલાઈ 2023ના રોજ રાતે 10.15 વાગ્યે વર્સિલ એક રોડ અકસ્માતનો ભોગ બન્યો અને તેના મૃતદેહને ભારત લઈ જવામાં 30,000 ડોલરનો ખર્ચ આવી શકે છે. રાજન પટેલ અનુસાર, વર્સિલ બેરી ખાતે રોડ ક્રોસ કરી રહ્યો હતો અને આ દરમિયાન જ એક કારે તેને ટક્કર મારી અને ગંભીર ઈજાઓને પગલે વર્સિલનું મોત થયુ.
થોડા સમય પહેલા પણ બની હતી આવી ઘટના
ક્રાઉડ ફંડિંગથી ફંડ એકઠું કરવાનો પ્રયાસ કર્યો કેનેડાના ઓન્ટારિયો ખાતે બેરીના લોકલ મીડિયા રિપોર્ટ અનુસાર, 21 જુલાઈએ રાતે 10.15 વાગ્યે એક કારે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટને ટક્કર મારતા તેનું મોત નીપજ્યું છે. આ ઘટનાના અનુસંધાને એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલા પણ બાંગ્લાદેશના એક સ્ટુડન્ટનું રોડ અકસ્માતમાં મોત થયું હતું.