અમદાવાદમાં પ્રેમમાં આંધળી બનેલી માતાએ પોતાનું જ બાળક પ્રેમીના લફરાં માટે ઝેર ભેળવીને મારી નાખ્યો હતો

3 વર્ષનો માસુમ બાળક ઝેર સામે તડપતો હતો અને મમ્મી પ્રેમી સાથે સુખનો આનંદ….જુઓ

આપણે ત્યાં એવું કહેવાય છે કે પ્રેમ આંધળો છે તો બીજી તરફ એમ પણ કહેવાય છે કે એક માતા જ પોતાના સંતાન માટે ભગવાન હોય છે, તે પોતાના બાળક માટે દુનિયા સામે પણ લડી શકે છે, પરંતુ હાલ અમદાવામાંથી જે ઘટના સામે આવી છે તેને જોઈને માતા અને દીકરાના સંબંધ ઉપરથી પણ વિશ્વાસ ઉઠી જશે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં રહેતી એક પરણિતાને લગ્ન બાદ એક અન્ય વ્યક્તિ સાથે સંબંધો બંધાયા હતા. પરણિતા અને તેનો પ્રેમી ગેસ્ટ હાઉસમાં સંબંધો બાંધવા માટે પહોંચ્યા હતા, ત્યાં પરિણીતાનું ત્રણ વર્ષનું બાળક તેમને સંબંધો બાંધવામાં કનડગત રૂપ થવાના કારણે આ બાળકને દૂધમાં ઝેર ભેળવીને આપી દીધું હતું, જેના કારણે બાળકનું મોત નીપજ્યું હતું.

Image Source

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર પાલનપુર તાલુકાના વતની અને અમદાવાદ નરોડા રોડ પર આવેલી રતિલાલની ચાલીમાં રહી સીવણ કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવતા અજયભાઈ મગાભાઈ પરમારે તેર વર્ષ અગાઉ પાલનપુર તાલુકાના ભાગળ ગામની અને મામાના ગામ ઢેલાણા રહેતી જ્યોતિ નામની મહિલા સાથે સામાજિક રીતરિવાજ પ્રમાણે  લગ્ન કર્યા હતા.

લગ્ન બાદ આ દંપત્તિને વર્ષ 2019માં એક દીકરો પણ જન્યો હતો. જેનું નામ તેમને યુવી રાખ્યું હતું. પરંતુ જ્યોતિને છેલ્લા દોઢ વર્ષથી પાલનપુરની મીઠીવાવડી વિસ્તારમાં રહેતા ભુપેન્દ્ર ઉર્ફે ભરત પરમાર સાથે આડા સંબંધો બંધાયા હતા. અગાઉ પણ તે તેના પ્રેમીને મળવા માટે વારંવાર જતી હતી. જેની જાણ પરિણીતાના પતિને પણ થઇ હતી. પરંતુ જે તે સમયે તેની પત્નીએ તેની ભુલ સ્વીકારી અને સમાજમાં બદનામી ના થાય તે સારુ આ બાબતેની ચર્ચા કયાંય કરી નહોતી.

Image Source

પરંતુ ગત તા.૬ ઓગષ્ટના રોજ અમદાવાદ સીવીલ નજીક આવેલ નાગેશ્વર ગેસ્ટ હાઉસમાં જ્યોતિ અને તેનો પ્રેમી મળ્યા હતા. આ સમયે બંને વચ્ચે સંબંધો બાંધવામાં 3 વર્ષનો પુત્ર યુવી નડતર રૂપ બની રહ્યો હતો જેના કારણે ભરત પરમારે દૂધ અને બિસ્કિટમાં ઝેર ભેળવી આપ્યું હતું અને માતા જ્યોતિએ પોતાના માસૂમ પુત્રને ઝેરી દૂધ પીવડાવ્યું હતું.

ગેસ્ટ હાઉસમાંથી નીકળ્યા બાદ જ્યોતિ પોતાના પુત્રને મૂર્છિત અવસ્થામાં જ લઈને ઘરે આવી ગઈ હતી. જ્યાં દાદા તેને રમાડવા જતા યુવી બેભાન લગતા તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેને શારદાબેન હોસ્પિટલમાં આઇ.સી.યુ વોર્ડમાં રાખ્યો હતો. ગત તા.8મીએ તેઓના દિકરાને ડોકટરે મરણ જાહેર કરેલ અને દિકરાનું મૃત્યુ ઝેરના લીધે થયેલ છે તેવુ મૌખીક જણાવ્યું હતુ.

જેના બાદ પરિવારે તેમના સાગા સંબંધીઓને બોલાવી દીકરાના અંતિમ વિધિ કર્યા હતા. પરંતુ તેના બાદ અજયભાઈના બનેવી મુકેશભાઇના મોબાઇલ ફોન ઉપર દિકરા યુવીનો રીપોર્ટ આવતા જાણવા મળ્યું હતું કે તેમના દીકરાનું મોત ઝેર પીવાના કારણે જ થયું હતું, અને આ બાબતે શંકા જ્યોતિ ઉપર ગઈ હતી. જ્યોતિને વિશ્વાસમાં લેતા તેને સમગ્ર હકીકત જણાવી હતી, જેના બાદ અજયભાઇએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા આ સમગ્ર મામલે શહેરકોટડા પોલીસે 302 મુજબ ગુનો નોંધી માતા સહીત તેના પ્રેમીની અટકાયત કરી છે.

Niraj Patel