અમદાવાદ શહેરમાં અવારનવાર વેજ ભોજનના બદલે નોનવેજ પિરસવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ક્યારેક ફૂડ પાર્સલમાં નોનવેજ મોકલવામાં આવે છે, તો ક્યારેક હોટલના ડાઈનિંગ એરિઆમાં જ નોનવેજ પિરસવામાં આવે છે. ત્યારે ફરી એકવાર અમદાવાદમાં આવી જ એક ઘટના સામે આવી છે. 31st ડિસેમ્બરની રાત્રે એક ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. જેમાં શહેરની જાણીતી હોટલમાં ગ્રાહકને વેજના બદલે નોન વેજ પીરસી દેવામાં આવ્યું હતું.
જો તમે વેજિટેરિયન છો અને હોટલમાં જમવા જાઓ છો તો આ સમાચાર તમારા માટે ખાસ છે. કારણ કે હોટલમાં જમતા પહેલા ધ્યાન રાખવા જેવી બાબત સામે આવી છે. હોટલમાં તમને પણ વેજને બદલે નોનવેજ પિરસાઈ શકે છે. આવો જ કંઈક અનુભવ અમદાવાદના બોડકદેવની હોટલમાં ગ્રાહકોને થયો છે. જેમને પનીરના શાકને બદલે ચિકન પિરસવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, આ ઘટના બોડકદેવમાં આવેલી બેલાસીન હોટલની છે. આ હોટલમાં ગ્રાહકોએ પનીરના શાકનો ઓર્ડર આપ્યો હતો. જેમને પનીરના શાકને બદલે ચિકન પિરસવામાં આવ્યું હતું. જેથી ગ્રાહકોએ બેલાસીન હોટલમાં હોબાળો મચાવ્યો હતો. અને સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
View this post on Instagram