38 વર્ષે યુવકનો મેર પડ્યો ! ખુશી-ખુશી પત્નીને લાવ્યો ઘરે અને પત્નીએ કરી દીધો એવો કાંડ કે પગ નીચેથી જમીન સરકી ગઇ

અમદાવાદના યુવકના માંડ માંડ 38 વર્ષે લગ્ન થયા…ગરીબ ઘરની સંસ્કારી પત્નીએ સુહાગરાત માણીને કરી દીધો ગંદો કાંડ

દેશભરમાંથી લૂંટેરી દુલ્હનના ઘણા કિસ્સાઓ સામે આવે છે, જેમાં લગ્ન ઇચ્છુક યુવક પાસેથી કેટલીક ટોળકીઓ દ્વારા પૈસા પડાવી લેવામાં આવતા હોય છે. લગ્ન બાદ દુલ્હન પતિ અને સાસરિયાને ચકમો આપી ઘરમાં રહેલી રોકડ અને દાગીના લઇ ફરાર થઇ જતી હોય છે. ઘણીવાર તો લગ્નના જ દિવસે આવું થતુ હોય છે, તો ઘણીવાર લગ્ન બાદ મોકો મળતા જ દુુલ્હન તેના રંગ દેખાડવા લાગે છે. ઘણા યુવાનો લગ્નના દિવસે જ કે પછી થોડા દિવસોમાં જ આવી ઘટનાઓના ભોગ બનતા હોય છે, ઘણી લૂંટેરી દુલ્હનો મુરતિયાઓને પોતાના શિકાર બનાવે છે, ત્યારે હાલ આવી જ એક ઘટના સામે આવી છે.(તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

આ ઘટના ગુજરાતના અમદાવાદમાંથી સામે આવી છે, જેમાં પૂર્વ વિસ્તારમાં સાત લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. 38 વર્ષિય એક યુવક કે જે માણસા ખાતે રહેતો હતો અને તે એક સારી છોકરીની શોધમાં હતો.ત્યારે તેના પિતાના એક જાણિતા વ્યક્તિએ એક મહિલા સાથે સંપર્ક કરાવ્યો હતો અને આ મહિલાએ દાસ્તાન સર્કલ પાસે રહેતી સોનલ નામની એક યુવતિ સાથે લગ્ન કરાવી આપ્યા હતા. લગ્ન બાદ યુવતિ આણુ ફેરવવા અને માતાજીના નૈવેધ માટે જવાનું કહી ફરાર થઇ હતી અને આ સાથે કેટલાક લોકો પણ ફરાર થઇ ગયા હતા.

લગ્ન વખતે સોનલ નામની જે યુવતિ હતી તેની ભાભી તરીકેની ઓળખ આપનાર મહિલાને 2.5 લાખ યુવકે આપ્યા પણ હતા. તે બાદ પત્ની પરત ન આવી અને જાણવા મળ્યુ કે તેની પત્નીએ તેના પહેલા પણ બે લોકો સાથે આવી રીતે ઠગાઇ કરી છે. આ યુવક ગાંધીનગર માણસા ખાતે તેના પરિવાર સાથે રહે છે અને તે એક જ્વેલર્સની દુકાનમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.  ઉલ્લેખનીય છે કે, આ યુવકના લગ્ન માટે પરિવારજનો સમાજની છોકરીની શોધમાં હતાા પરંતુ તેના લગ્ન ન થતા યુવકના પિતાના કોઇ જાણિતા વ્યક્તિ મુકેશભાઇનો સંપર્ક કર્યો કે જે અંબાજીમાં રહેતા હતા. તેમણે લક્ષ્મીબેન સિંધીનો નંબર આપ્યો અને જણાવિયુ કે આ બહેન કોઇ પરિચિત છોકરીનો સંપર્ક કરી લગ્ન કરાવી આપે છે.

આ ઘટના 15-16 જૂન આસપાસની છે. ત્યારે દોઢ એક મહિના પહેલા લક્ષ્મીબેનનો ફોન આવ્યો હતો અને તેમણે કહ્યુ હતુ કે તેમના ધ્યાને એક સોનલ નામની છોકરી છે જે ગરીબ ઘરની છે પરંતુ સંસ્કારી છે. આનો સંપર્ક કરવા માટે યુવક અને તેના પરિવારજનોને નરોડા દાસ્તાન સર્કલ બોલાવવામાં આવ્યા હતા. ત્યાં લક્ષ્મીબેનની સાથે એક વિજય નામનો માણસ પણ હતો. બાદમાં તેઓ છોકરીનું ઘર જોવા માટે ગયા હતા અને યુવક સાથે વાતચીત પણ થઇ અને બંને એકબીજાને પસંદ આવતા લગ્નની વાત આગળ વધી હતી. છોકરીવાળા પર યુવકનું ઘર જોવા આવ્યા હતા. અને સોનલની ભાભી લલીતા નામની મહિલાને આ યુવકે અઢી લાખ રૂપિયા આપ્યા હતા અને લક્ષ્મીબેનને 50 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

લગ્ન બાદ સોનલ સાસરે આવી અને આઠેક દિવસ રોકાઇ તે બાદ લક્ષ્મીની સાથે વિજયભાઇની પત્ની અને લલીતા ગાડી લઇને યુવકના ત્યાં આવ્યા અને સોનલને આણુ ફેરવવા માટે અને માતાજીના નૈવેધ માટે જવાનું કહી લઇ ગયા. તે બાદ ચાર દિવસ પછી યુવકને તેડી જવાનું કહ્યુ.ચાર દિવસ પછી યુવકે સોનલને ફોન કર્યા પરંતુ તેણે ઉપાડ્યા નહિ અને બાદમાં તેણે લલિતાને પણ ફોન કર્યા હતા. તે વાયદા કરતી પરંતુ સોનલને પરત મોકલતી ન હતી.

આ યુવકે તે બાદ લલીતાબેનના ઘરે જઇ તપાસ કરી અને ત્યાં જઇ જોયુ તો ઘર બંધ હતુ. ત્યારે આસપાસમાં પૂછપરછ કરી તો જાણવા મળ્યુ કે લલીતાબેન ત્યાં આવતા નથી અને તે બાદ રાંધેજા ખાતે એક ભાઇ રહે છે તેમણે આ યુવકને ઘરે બોલાવ્યા અને લગ્નનું સર્ટીફિકેટ માંગ્યુ. તેમણે જણાવ્યુ કે, તેમના દીકરાના લગ્ન પણ સોનલ સાથે થયા છે.તે બાદ યુવકને પોતાની સાથે વિશ્વાસઘાત થયુ હોવાનું માલૂમ પડ્યુ. તેણે તપાસ કરી તો તેને જાણવા મળ્યુ કે આ યુવતિએ પહેલા બે લોકો સાથે લગ્ન કર્યા છે. ગોમતીપુર પોલિસે આ મામલે સાત લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Shah Jina