અમદાવાદમાં ડેરી ચલાવતા વેપારીને મહિલાના નિમંત્રણ ઉપર સંબંધો બાંધવા પડ્યા ભારે, ગાંધીનગર ફ્લેટમાં બોલાવી બે દિવસ ઘરમાં……

અમદાવાદઃ યુવતીએ પૈસાદાર વેપારી ઇન્વિટેશન આપ્યું તો વેપારી સુખનો આનંદ લેવા ગાંધીનગર ફ્લેટમાં ગયો, બંનેએ સાથે બે કલાક સુધી…

ગુજરાતમાંથી હની ટ્રેપની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે, જેમાં સુંદર દેખાતી યુવતીઓ પૈસાદાર લોકોનો સંપર્ક કરી અને તેમને સંબંધો બાંધવાના બહાને બોલાવીને તમેની પાસેથી લાખો રૂપિયાની લૂંટ પણ કરતી હોય છે, આવી જ એક ઘટના હાલ અમદાવાદમાંથી સામે આવે છે, જ્યાં ડેરી ચલાવતા વેપારીને હનીટ્રેપનો શિકાર બનવું પડ્યું છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના વેજલપુરમાં રહેતા અને ડેરીના માલિકને ગાંધીનગરમાં રહેતી એક યુવતી સાથે સોશિયલ મીડિયા દ્વારા પરિચય થયો હતો. યુવતીએ આ બિઝનેસમેનને  અંગત સંબંધો બાંધવા માટે પોતાના ઘરે બોલાવ્યા પછી પોતાના ફ્લેટમાં બે દિવસ ગોંધી રાખીને રૂપિયા પાંચ લાખની માંગણી કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

આ ઘટનામાં લાગ મળતા જ બિઝનેસમેન ફ્લેટમાંથી નાસી ગયો હતો.  જેના બાદ તેમને આ કેસમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ કામ હનીટ્રેપ કરતી ગેંગનું હોવાની શક્યતા લાગી રહી છે. આ ઘટના બન્યા બાદ આરોપીઓ ભાડાના ફ્લેટને તાળુ મારીને નાસી ગયા હતા.

આ બિઝનેસમેનને બે મહિના પહેલા ઇન્ટાગ્રામ પર એક યુવતીએ મેસેજ માક્લ્યો હતો. જેની સાથે બિઝનેસમેનની થોડી વાતચીત થતા મોબાઇલ નંબરની આપ-લે થઇ હતી. ત્યાર પછી વોટ્સએપથી નિયમિત વાતચીત અને વિડીયો કોલ કરીને બંને નજીક આવ્યાં હતાં.યુવતીએ બિઝનેસમેનને જણાવ્યું હતું કે તેના પતિ દુબઇ છે અને તેની દીકરી હાલ સાસુ સસરા સાથે રહે છે.

જેના બાદ તેણે 20 દિવસ પહેલા બિઝનેસમેનને મળવા માટે ગાંધીનગર વાવોલ ખાતે આવેલા સ્વર્ણીમ પેરેડાઇઝના ધાબા પર બોલાવ્યો હતો. 10  દિવસ બાદ બિઝનેસમેન યુવતીને મળવા માટે  તેના ફ્લેટમાં ગયો હતો અને 30 મિનિટ તેની સાથે રહ્યો હતો.  25 ઓક્ટોબરે 11 વાગે  યુવતીએ મેસેજ કરીને તેને ઘરે બોલાવ્યો હતો. બિઝનેસમેન પોતાની  બોલેરો  કારને એપાર્ટમેન્ટ બહાર પાર્ક કરીને ઘરે મળવા ગયો હતો.

બિઝનેસમેન તે મહિલા સાથે લગભગ બે કલાક સુધી ઘરમાં જ હતાં ત્યાં કોઇએ ડોરબેલ વગાડતા યુવતીએ બિઝનેસમેનને છૂપાઇ જવાનું ક્હ્યું હતું. યુવતીએ દરવાજો ખોલતાં અંદર ઘૂસી આવેલા લોકોએ પોતાની પોલીસ તરીકે ઓળખ આપીને કહ્યું હતું કે, “તેં આ છોકરી સાથે ખરાબ કામ કર્યું છે એટલે પોલીસ કેસ થશે. તારે બચવુ હોય તો પાંચ લાખ રૂપિયા આપી દેજે.”

જેના બાદ બિઝનેસમેને બે લાખ સુધીની તૈયારી બતાવતાં તેના ફોન પરથી નકલી પોલીસે બિઝનેસમેનના ભાઇ સાથે વાત કરીને કહ્યું હતું કે, “તમારો ભાઇ કેસમાં ફસાયો છે અને બધુ મારા હાથમાં છે. એ પછી તેમણે બિઝનેસમેનને  એક રૂમમાં બંધ કરી દીધો હતો બીજા દિવસે ફરીથી તેને નાણાં મંગાવી લેવા માટે દબાણ કર્યું હતું અને પાંચ લાખથી ઓછી રકમ ન મળે ત્યાં  નહી છોડવાની ધમકી આપી હતી. 27 ઓક્ટોબરે નકલી પોલીસ ફરીથી આવ્યો હતો. ફ્લેટનો દરવાજો ખુલ્લો હોવાથી બિઝનેસમેન તક મળતા નાસી ગયો હતો. આ મામલે સેક્ટર-7 પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Niraj Patel