આ માસીની મહેનતે દિલ જીતી લીધું, અમદાવાદના રસ્તા ઉપર ઉભા રહીને વેચી રહ્યા છે અગરબત્તી, વીડિયોમાં જે કહ્યું એ તમારા દિલને સ્પર્શી જશે !!

દુનિયાની અંદર ત્રણ પ્રકારના વર્ગ છે, અમીર, મધ્યમ અને ગરીબ. પરંતુ પૈસા કમાવવાની ઈચ્છા દરેક વર્ગમાં જોવા મળે છે. ઘણા લોકો એવા હોય છે જે પૈસા કમાવવા માટે આડા અવળા ખોટા કામો પણ કરતા હોય છે. તો ઘણા લોકો એવા પણ હોય છે કે તેમને ભલે ઓછું મળે પરંતુ પોતાની મહેનતથી કમાઈને ખાતા હોય છે.

હાલ સોશિયલ મીડિયામાં અમદાવાદના એક એવા જ માસીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં માસી રસ્તા ઉપર અગરબત્તી વેંચતા જોવા મળી રહ્યા છે. આ સાથે જ તેમના ગળાની અંદર એક બોર્ડ પણ લગાવેલું જોવા મળી રહ્યું છે. જેના દ્વારા આ માસી જણાવી રહ્યા છે કે “મને મદદ કરો, મારો માલ ખરીદો, મને તમારી મદદની જરૂર છે.”

આ વીડિયો શેર કરવાની સાથે કેપશનમાં લખવામાં આવ્યું છે, “આ માસી મગજથી સક્ષમ નથી. એમની સાથે વાતચીત કર્યા પછી જાણવામાં આવ્યું કે આ માસીને કોઈકે છેતરીને 2000 રૂપિયા અને એમનો મોબાઇલ લઇ લીધો છે. આપણે પ્રયત્ન કરીયે કે જેને જરૂર છે તેના ત્યાંથી અગરબત્તી લઈને ઘરમાં અગરબત્તી કરીયે. આપણે અમદાવાદીઓ પ્રયાશ કરીશું થઇ શકે એટલી મદદ આ માસીને કરીયે.”

 

View this post on Instagram

 

A post shared by Ashish (@ashu.266)

આ વીડિયો શેર કરવાની સાથે જ કેપશનમાં માસી જે જગ્યા ઉપર અગરબત્તી વચ્ચે રહ્યા છે તે સ્થળ પણ જણાવવામાં આવ્યું છે, વીડિયોમાં પણ તે સ્થળ વિશે લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. વીડિયો અનુસાર આ માસી ભાઇકાકા હોલ નજીક,લો ગાર્ડનથી એલિસબ્રિજ પાસે અમદાવાદમાં સવારે 8થી 12 અને સાંજે 5થી 9 અગરબત્તી વેચી રહ્યા છે. આ વીડિયો દ્વારા માસીને મદદ કરવા માટે લોકોને પણ આહવાન કરવામાં આવ્યું છે. જો તમે પણ આ સ્થળ પાસેથી પસાર થઇ રહ્યા હોય તો માસી પાસેથી ઓછામાં ઓછું એક અગરબત્તીનું પેકેટ ખરીદીને તેમને મદદ જરૂર કરજો !

Niraj Patel