રમતા રમતા 100 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયું 4 વર્ષનું માસુમ બાળક, 9 કલાકથી પણ વધારે ચાલ્યું રેસ્ક્યુ ઓપરેશ અને પછી…

નાના બાળકો રમતા રમતા બોરવેલમાં પડી જવાની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે હાલ એવી જ એક ઘટના તાજ નગરી આગ્રામાંથી સામે આવી છે, જેમાં શિવા નામનું એક 4 વર્ષનું માસુમ બાળક 100 ફૂટ ઊંડા બોરવેલની અંદર રમતા રમતા પડી ગયું, જેના બાદ તેનું 9 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર યુપી આગ્રાના ધરિયાઈ ગામની અંદર સવારે 100 ફૂટથી પણ વધારે ઊંડા બોરવેલની અંદર પડી ગયેલા શિવાને 9 કલાકથી પણ વધારે ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન બચાવી લેવામાં આવ્યું હતું. એનડીઆરએફની ટીમના ડેપ્યુટી કમાન્ડન્ટ આનંદે જણાવ્યું કે બાળકને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યું છે અને તેની હાલત હવે સારી છે.

આ બાળક સવારે 6 વાગે બોરવેલની અંદર પડ્યું હતું અને 10 કલાકથી પણ વધારે સમય સુધી તે અંદર જ રહ્યું. બાળકને બચાવવા માટે બોરવેલનું બાજુમાં ખોદકામ કરવામાં આવ્યું અને ત્યારબાદ જાળની મદદથી તેને બહાર કાઢી લેવામાં આવ્યું.

બાળકને બચાવવા માટે પહેલા પોલીસની ટીમ દ્વારા રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું. ઓક્સિજન અને ખાવા પીવાની વસ્તુઓ દોરડા સાથે બાંધીને બોરવેલની અંદર પહોચવવામાં આવી. આર્મી પણ રેસ્ક્યુ માટે પહોંચી. આ ઉપરાંત ગાજિયાબાદથી એનડીઆરએફની ટીમ પણ પહોંચી હતી.

આર્મીના જવાનો દ્વારા બોરવેલમાં ઓક્સિજન, કેમેરા અને વોઇસ માઈક નાખવામાં આવ્યું. બાળક સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો. બાળક ભાનમાં જ હતું. તેનો વીડિયો પણ રજૂ કરવામાં આવ્યો. બોરવેલની બાજુમાં જ ખાડો ખોદવામાં આવી રહ્યો હતો. આર્મીના જણાવ્યા પ્રમાણે બાળક 90થી 95 ફૂટ નીચે ફસાઈ ગયું હતું.

ઘટના સ્થળ ઉપર મેડિકલની ટીમ પણ હાજર હતી. શિવાને બહાર કાઢતા જ તેની તપાસ પણ કરવામાં આવી. હાલ શિવા એકદમ સ્વસ્થ છે.

Niraj Patel