અફઘાન મહિલા આયશાની દર્દભરી કહાની સાંભળી તમારી પણ આત્મા કંપી ઉઠશે, પહેલા માર માર્યો અને પછી નાક અને કાપ કાપી નાખ્યા…

તાલિબાનની દરિંદગી : 14 વર્ષની દીકરીના જબરદસ્તી લગ્ન, કાપી દીધા નાક-કાન અને…

અફઘાનિસ્તાન પર કબ્જા બાદ તાલિબાનની ક્રૂરતાની કહાનીઓ ઘણો સાંભળવા મળી રહી છે. સારુ ખાવાનું ન બનાવવા પર મહિલાઓને ગોળી મારવાથી લઇને તાબૂતમાં બંધ કરી મહિલાઓના સપ્લાય સુુધીની ખબરો સામે આવી રહી છે. આ વચ્ચે તાલિબાનની એક એવી કરતૂત સામે આવી રહી છે જે સાંભળીને તમારી આત્મા કંપી ઉઠશે. આ કહાની છે 14 વર્ષની એક અફઘાન મહિલાની, જેણે લગ્ન કરવાની ના કહી તો તેનું નાક જ કાપી દીધુ.

આ મહિલાનું નામ છે આયશા. તાલિબાને તેની સાથે જે વર્ષ 2001માં કર્યુ તેને પૂરી દુનિયાએ જોયુ. તાલિબાન લડાકોએ આયશાના ચહેરાને બગાડી દીધો. તેને એટલી ખરાબ રીતે મારી કે તેનો ચહેરો ખરાબ રીતે જખ્મી થઇ ગયો હતો, તે વર્ષે તે 18 વર્ષની હતી. તાલિબાની લડાકોએ આયશાના કાન અને નાક કાપી દીધા. તાલિબાને જબરદસ્તી તેના લગ્ન પોતાના કોઇ લડાકાથી કરાવી દીધા. મોકો જોઇ આયશાએ ભાગવાની કોશિશ કરી.

આયશાની કહાનીએ દુનિયાને ચોંકાવી દીધી, જયારે તેની પહેલીવાર 2010માં ટાઇમ પત્રિકાના કવર પર તસવીર છપાઇ. આ એક એવી કહાની હતી, જે જણાવી રહી હતી કે કેવી રીતે વર્ષ 2001માં સત્તાથી ગયા બાદ પણ તાલિબાન ક્રૂરતા કરી રહ્યો હતો. 2010માં આયશાની તસવીર છપતા ટાઇમ મેગેઝીને તેને સવાલ પૂછ્યા હતા, જેના તેણે જવાબ આપ્યા હતા.

આયશાને પૂછવામાં આવ્યુ કે, શુ થાય છે જો આપણે અફઘાનિસ્તાન છોડી દઇએ ? હવે તાલિબાને એકવાર ફરીથી અફઘાનિસ્તાન પર કબ્જો કરી લીધો છે. ફીથી લોકોને આયશાની દર્દ ભરેલી કહાની યાદ આવી રહી છે.આયશાના પિતાએ જણાવ્યુ હતુ કે, જયારે તે 12 વર્ષની હતી ત્યારે તાલિબાની લડાકોએ લગ્ન માટે કહ્યુ હતુ, પછી તે 14 વર્ષની થઇ ત્યારે પણ લગ્ન માટે મજબૂર કરૂ. ચાર વર્ષ સધી તાલિબાની લડાકે સાથે રહ્યા બાદ તેણે ભાગવાની કોશિશ કરી. પરંતુ એક ધાર્મિક સજા સંભળાવવા વાળા જજે તેને પકડી લીધી અને સજા સંભળાવી.

આયશાને પાંચ મહિના જેલમાં બંધ રાખી બાદમાં આખરે પરિવાર પાસે છોડી દેવામાં આવી. પરંતુપ અડધી રાતથી ઠીક પહેલા તાલિબાન લડાકે તેના ઘરે આવી ગયા પછી તેને તેની ગામ પાસેના પહાડોમાં ઘસેડીને લઇ ગયા અને તેને ખૂબ માર માર્યો અને નાક તેમજ કાન કાપી દીધ. તેના પતિએ તેનો ચહેરો કચડી નાખ્યો. તે બાદ આયશાને પહાડ પર છોડી દેવામાં આવી. તે જેમ તેમ તેના દાદાજીના ઘરે પહોંચી પરંતુ તેમણે મદદ કરવાની ના કહી દીધી, તે બાદ અમેરિકી કેંપે આયશાની મદદ કરી.

તેણે અફઘાનિસ્તાનથી ભાગવાનો નિર્ણય કર્યો અને પછી તે અમેરિકા ચાલી ગઇ અને સર્જરી કરાવી. આઇશાને એક અફઘાન-અમેરિકી કપલે ખોળે લીધી. હવે તે મૈરિલેંડમાં રહે છે. તેની પૂરી સર્જરીમાં 12 વર્ષ લાગી ગયા. 2010માં તાલિબાન વિશે આયશાએ કહ્યુ હતુ કે, તેની કહેની મહિલાઓ વિરૂદ્ધ ક્રૂરતાની એક કહાનીઓમાંની એક છે.

Shah Jina