અફઘાનિસ્તાનમાં હાલત વધુ ખરાબ થઇ, કાબુલ એરપોર્ટ ઉપર શરૂ થયું ધડાધડ ફાયરિંગ, વીડિયો જોઈને રૂંવાડા ઉભા થઇ જશે

અફઘાનિસ્તાનની હાલત સતત ખરાબ થઇ રહી છે. તાલિબાન દ્વારા કાબુલ ઉપર કબ્જો કરી લેવામાં આવતા લોકો દેશ છોડીને ભાગી રહ્યા છે, તો તાલિબાનીઓ માસુમ લોકોની જિંદગીઓ પણ છીનવી રહ્યા છે, તો હાલ કાબુલ એરપોર્ટ ઉપર ફરીથી ફાયરિંગ શરૂ થયું હોવાની ખબર આવી રહી છે.

કે તાલિબાનના આતંકવાદીઓ અફઘાનિસ્તાન છોડવા કાબુલ એરપોર્ટ પહોંચેલા લોકો પર ચાબુક અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલા કરી રહ્યા છે. હવે લોકોને એરપોર્ટની અંદર જવા દેવામાં આવતા નથી. સામાન્ય અફઘાની લોકો માત્ર એરપોર્ટ ગેટ સુધી પહોંચી શકે છે. આ દરમિયાન ગઈકાલે રાત્રે પણ કાબુલ એરપોર્ટ ઉપર ફાયરિંગ શરૂ થયું હતું.

કાબુલ એરપોર્ટ ઉપર શરૂ થયેલા આ ફાયરિંગનો એક વીડિયો પણ સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફાયરિંગ અમેરિકન સૈનિકો દ્વારા ભીડને કાબૂમાં રાખવા ચેતવણી રૂપે ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

તો આ બધા વચ્ચે એરપોર્ટ ઉપર પહોંચેલા લોકોને રોકવા માટે તાલિબાનીઆતંકીઓ કોડા પણ વરસાવી રહ્યા છે અને તેમના ઉપર ધારદાર હથિયારોથી હુમલો પણ કરી રહ્યા છે. જાણકારી પ્રમાણે તાલિબાનીઓ કોઈપણ રીતે હવે લોકોને દેશ છોડવા દેવા નથી માંગતા. જેના માટે તાલિબાન પોતાના ક્રૂર રૂપમાં પણ પાછું આવી ગયું છે.

કાબુલમાંથી કેટલીક તાજી તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે જેમાં એરપોર્ટની ભયાનક સ્થિતિનો નજારો પણ જોવા મળી રહ્યો છે. એક વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે રનવેને ખાલી કરાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. રનવે ખાલી કરાવવા માટે જમીનથી અડીને હેલીકૉપ્ટર ઉડી રહ્યા છે. જેના કારણે લોકો દૂર જઈ શકે.

તો અન્ય એક ડરામણો વીડિયો પણ સામે આવી રહ્યો છે. આજતકના રિપોર્ટ પ્રમાણે ભીડને કાબુમાં કરવા માટે ગોળીબારીનો સહારો લેવામાં આવી રહ્યો છે. ગોળીઓનો અવાજ સાંભળીને એરપોર્ટ ઉપર ભાગદોડ મચી ગઈ. આજતકના રિપોર્ટ પતમને ગોળીબારમાં લગભગ 5 લોકોના મોત થઇ ગયા છે.

ત્યારે હવે બીજી એક ખબર એવી પણ આવી રહી છે કે અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાને ભારતમાંથી તમામ આયાત અને નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન (FIEO)ના ડિરેક્ટર જનરલ ડો.અજય સહાયના જણાવ્યા અનુસાર તાલિબાને હાલમાં પાકિસ્તાનના પરિવહન માર્ગો પરથી તમામ કાર્ગો અવરજવર પર પ્રતિબંધ મુક્યો છે.

ડો.સહાયે જણાવ્યું કે ભારત, અફઘાનિસ્તાનને ખાંડ, ફાર્માસ્યુટિકલ્સ, ચા, કોફી, મસાલા અને ટ્રાન્સમિશન ટાવર્સનું એક્સપોર્ટ કરે છે. જ્યારે, ડ્રાયફ્રુટ્સ અને ડુંગળી જેવી વસ્તુઓ અફઘાનિસ્તાનથી આયાત કરવામાં આવે છે. જો કે તેમને એવી આશા હતી વ્યવસાયિક પ્રવૃત્તિઓ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, કારણ કે તે બંને દેશો માટે જરૂરી અને ફાયદાકારક છે.

Niraj Patel