બસ બહુ થયું, હવે અદાણી ખુંખાર થયા, હિડનબર્ગ સામે એવી એવું પગલું ભર્યું કે સાંભળીને જ થર-થર હિડનબર્ગ વાળો ઘ્રુજશે

ભારતીય અરબપતિ ગૌતમ અદાણી અને અમેરિકી રિસર્ચ ફર્મ હિંડનબર્ગ…આ બંને નામ આ સમયે દેશ-દુનિયામાં ચર્ચાનો વિષય છે. આ શોર્ટ સેલર કંપનીના 24 જાન્યુઆરી 2023ના રોજ પબ્લિશ થયેલ રીપોર્ટે અદાણી સામ્રાજ્યને હલાવીને રાખી દીધુ અને એવું હલાવ્યુ કે ગ્રુપની લગભગ અડધી માર્કેટ કેપ જ સાફ થઇ ગઇ. અત્યાર સુધી સૌથી મોટુ નુકશાન ઝેલી રહેલા ગૌતમ અદાણીએ હવે હિંડનબર્ગ સાથે આર-પારની લડાઇ માટે અમેરિકાની મોંઘી અને વિવાદિત મામલોમાં કેસ લડવા માહેર અમેરિકી લો ફર્મ Wachtellને હાયર કરી છે.

તો આવો જાણીએ અદાણી તરફથી લીગલ ફાઇટ લડવાવાળી આ કંપની વિશે. ફાઇનાન્શિયલ ટાઇમ્સના રીપોર્ટ અનુસાર, હિંડનબર્ગના રીપોર્ટથી અદાણી ગુપ્રમાં મચેલી ઉથલ-પાથલ અને શેરોમાં આવેલી સુનામી હજુ સુધી જારી છે. નિવેશકોને આશ્વસ્ત કરવા અને ગ્રુપની રેપ્યુટેશનને જે નુકશા થયુ છે તેનો બદલો લેવા માટે હવે ગૌતમ અદાણીએ મોટી તૈયારી કરી છે. મીડિયા રીપોર્ટમાં મામલાની જાણકારી રાખનાર સૂત્રોના હવાલે કહેવામાં આવી રહ્યુ છે કે, ભારતની સિરિલ અમરચંદ્ર મંગલદાસ ફર્મે અદાણી-હિંડનબર્ગ મામલા માટે લો ફર્મ વોચટેલનો સંપર્ક કર્યો હતો.

જણાવી દઇએ કે, આ ભારતીય કંપનીને સિરિલ શ્રોફ લીડ કરે છે અને તે ગૌતમ અદાણીના સંબંધી છે. હવે વાત કરીએ વોચટેલની તો, આ નામ વિવાદિત મામલામાં કાનૂની લડાઇ લડવા માચે દુનિયાભરમાં જાણિતુ છે. આ ફર્મ ગત વર્ષ 2022માં ખૂબ ચર્ચામાં રહી હતી. ટેસ્લા CEO એલોન મસ્કે જ્યારે 44 અરબ ડોલરની ટ્વિટર ડિલ તોડી હતી, તો તેમને કોર્ટમાં ઘસીટવા માટે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વીટરે આ વોચટેલ કંપનીને હાયર કરી હતી. ડેલાવેયર કોર્ટમાં વોચટેલે જ ટ્વિટર તરફથી પેરવી કરતા આ ડીલને પૂરી કરવા માટે એલોન મસ્કને મજબૂર કરી દીધો.

વોચટેલ લો ફર્મ ના માત્ર પોતાના આ કેસ માટે મશહૂર છે, પણ એ સૌથી મોંઘી લો ફર્મમાંની એક પણ છે. Wachtell Lipton ની સ્થાપના વર્ષ 1965માં વકીલોના એક નાના ગ્રુપે મળી કરી હતી. શરૂઆતમાં આ ફર્મ પોતાના ગ્રાહકોને કાનૂની લડાઇમાં સલાહ આપવાનું કામ કરતી હતી. પણ ધીરે ધીરે આ ફર્મે વિસ્તાર કર્યો અને વકીલોની સંખ્યા પણ વધારી. એક મોટી અને વિશેષજ્ઞો વકીલોની ટીમની મદદથી કંપની મર્જર અને અધિગ્રહણ, કોર્પોરેટ સાથે જોડાયેલ મોટા અને વિવાદિત મામલાને હાથમાં લઇ નિપટાવવાનું કામ કરવા લાગી.

અમેરિકા સહિત દુનિયાભરમાં વોચટેલ સૌથી મોટી લેણ-દેણ, સૌથી જટિલ વિવાદો સાથે સંબંધિત કેસોને નિપટાવવાના મામલામાં મોટુ નામ બની ગઇ. આજે તેની ઓળખનો એ વાતથી અંદાજ લગાવી શકાય કે Twitter-Elon Musk વચ્ચે થયેલી ટેક સેક્ટની ત્રીજી સૌથી મોટી ડિલના વિવાદ બાદ હાલ દુનિયાભરમાં ચર્ચામાં બનેલ ગૌતમ અદાણી-હિંડનબર્ગ મામલો પણ આ ફર્મ સુલજાવશે.

Shah Jina