હોસ્પિટલમાં જીવન અને મોતની જંગ લડી રહી છે સાઉથની આ ખૂબસુરત એક્ટ્રેસ, અકસ્માતમાં થઇ ગંભીર ઘાયલ

હે ભગવાન, આ દિગજ્જ અભિનેત્રીનું થયું રોડ એક્સીડંટ, જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે- જુઓ તસવીરો

પ્રખ્યાત મલયાલમ અભિનેત્રી અરુંધતિ નાયર અકસ્માતનો ભોગ બની છે, અને તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે. અરુંધતિ વિજય એન્ટની સાથેની ફિલ્મ સૈથાનથી પ્રખ્યાત થઈ હતી. 14 માર્ચે અરુંધતિ એક મોટા બાઇક અકસ્માતનો શિકાર બની, જ્યારે તે ચેન્નાઈ કોવલમ બાયપાસ રોડ પર તેના ભાઈ સાથે બાઇક પર મુસાફરી કરી રહી હતી. એક યુટ્યુબ ચેનલને ઈન્ટરવ્યુ આપીને પરત ફરી રહેલી અભિનેત્રીને એક વાહને ટક્કર મારી હતી. અહેવાલો અનુસાર, અકસ્માત બાદ અજાણ્યું વાહન રોકાયું ન હતું.

હાલમાં તે ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ છે અને વેન્ટિલેટર પર છે. તેની બહેન આરતી નાયરે જણાવ્યું કે હાલમાં અભિનેત્રી વેન્ટિલેટર સપોર્ટ પર છે અને તેની હાલત ગંભીર છે. અભિનેત્રીની બહેને પોસ્ટ કર્યું, “અમને તામિલનાડુના અખબારો અને ટેલિવિઝન ચેનલોમાં અહેવાલ થયેલ સમાચારોની સ્પષ્ટતા કરવાની જરૂર લાગી. મારી બહેન અરુંધતિ નાયરનો ત્રણ દિવસ પહેલા અકસ્માત થયો હતો. તે ગંભીર રીતે ઘાયલ છે અને તિરુવનંતપુરમની અનંતપુરી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર જીવન માટે સંઘર્ષ કરી રહી છે.”

અરુંધતિની મિત્ર અને અભિનેત્રી ગોપિકા અનિલે ચાહકો અને ફોલોઅર્સ પાસેથી આર્થિક મદદ માંગી કારણ કે તેની સારવાર માટે પૈસા ઓછા પડી રહ્યા છે. ૉસોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા ગોપિકાએ લખ્યું, “મારી મિત્ર અરુંધતિ નાયરનો ગત રોજ અકસ્માત થયો હતો અને તેની હાલત ખૂબ જ ગંભીર છે. તે વેન્ટિલેટર પર જીવનની લડાઈ લડી રહી છે, તેથી હોસ્પિટલનો રોજનો ખર્ચ ઉઠાવવો ખૂબ જ મુશ્કેલ બની રહ્યો છે. અમે અમારું કામ કરી રહ્યા છીએ પરંતુ તે હોસ્પિટલની વર્તમાન જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતું નથી.

હું તમને બધાને વિનંતી કરું છું કે કૃપા કરીને શક્ય તેટલું યોગદાન આપો જેથી તેના પરિવારને ઘણી મદદ મળે. તમારો ખૂબ ખૂબ આભાર.” જણાવી દઇએ કે, અરુંધતિ નાયરે 2014માં ફિલ્મ પોંગે એઝુ મનોહરાથી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. બાદમાં તે સૈથાન ફિલ્મથી તમિલમાં એક લોકપ્રિય ચહેરો બની ગઇ. તેણે ઓટ્ટાકોરુ કામુકાન (2018) માં શાઇન ટોમ ચાકો સાથે પણ અભિનય કર્યો છે. તે છેલ્લે આયિરમ પોરકાસુકલ (2023)માં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Arathy Nair (@aaraty.nairr)

Shah Jina