“જય સંતોષી મા” ની દિગ્ગજ અભિનેત્રીનું નિધન, 200થી વધારે ફિલ્મોમાં કર્યું હતું કામ- જુઓ તસવીરો

દુઃખદ: “જય સંતોષી મા” અભિનેત્રીનું થયું નિધન, 200થી વધારે ફિલ્મોમાં કર્યું હતું કામ, જુઓ ફોટા

મનોરંજન જગતમાંથી એક પછી એક દુઃખદ ખબર સામે આવી રહી છે. છેલ્લા થોડા સમયમાં જ કેટલાક અભિનેતાઓ આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા છે અને ઇન્ડસ્ટ્રી પણ તેમના શોકમાં ડૂબી ગઈ છે. સાથે જ તેમના નિધન બાદ ચાહકો પણ ઘેરા આઘાતમાં છે. ત્યારે હાલ એવી જ એક દુઃખદ ખબર સામે આવી છે. જેમાં “જય સંતોષી મા” જેવી ફિલ્મ દ્વારા આખા દેશમાં પોતાની આગવી ઓળખ બનાવનારી અભિનેત્રી બેલા બોઝનું નિધન થયું છે.

બેલા બોઝના નિધનના સમાચારથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. બેલાએ પોતાના અભિનયની લાંબી ઈનિંગ રમી છે. તેમણે 1950થી 1980ના દાયકા સુધી 200થી વધુ હિન્દી અને પ્રાદેશિક ભારતીય ફિલ્મોમાં અભિનય કર્યો. બેલા ‘શિકાર’, ‘જીને કી રાહ’ અને ‘જય સંતોષી મા’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં તેના શાનદાર અભિનય માટે જાણીતી હતી.

બેલા અત્યંત બહુ-પ્રતિભાશાળી હતી. તેને તેના અભિનય કરતાં ડાન્સ માટે વધુ જાણીતું નામ હતી. એવું માનવામાં આવતું હતું કે બેલા સ્ટેજ પર આવતાની સાથે જ એક અલગ જ દુનિયામાં ખોવાઈ જાય છે. તેણે મણિપુરી શાસ્ત્રીય નૃત્યમાં નિપુણતા મેળવી હતી. બેલા બહુમુખી પ્રતિભાથી સમૃદ્ધ હતી. એક તેજસ્વી કલાકાર અને નૃત્યાંગના ઉપરાંત તેમને કવિતાઓ લખવાનો પણ શોખ હતો. તે એક કુશળ ચિત્રકાર તેમજ રાજ્ય કક્ષાની તરણવીર હતી.

બેલા બોઝે અભિનેતા અને ફિલ્મ નિર્માતા અસીસ કુમાર સાથે લગ્ન કર્યા હતા. બેલા બોઝે તેમના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો. અભિનેત્રીનો જન્મ કોલકાતાના એક સમૃદ્ધ પરિવારમાં થયો હતો. તેના પિતા કાપડના વેપારી હતા. જો કે, બેંક ક્રેશ પછી તેનો પરિવાર નાદાર થઈ ગયો. આ પછી આખો પરિવાર કોલકાતાથી મુંબઈ શિફ્ટ થઈ ગયો. પરંતુ, થોડા સમય પછી, બેલાના પિતાનું એક માર્ગ અકસ્માતમાં અચાનક અવસાન થયું.

પિતાના અવસાન પછી પરિવારની જવાબદારી બેલાના ખભા પર આવી ગઈ. પરિવારને મદદ કરવા માટે, બેલાએ ફિલ્મોમાં તેની કારકિર્દીની શરૂઆત કરી. જો કે, તેણે અભિનયની સાથે અભ્યાસ ચાલુ રાખ્યો. તે શાળામાં જ એક ડાન્સ ગ્રુપમાં જોડાઈ અને વિવિધ સ્થળોએ પરફોર્મ કરવાનું શરૂ કર્યું.

Niraj Patel