થોડા કલાકો પહેલા જ ખીલ ખિલાટ હસતી આ અભિનેત્રીને અચાનક એવું તો શું થયું કે ગળે ટુંપો ખાઈને મોતને વહાલું કરી લીધું… જુઓ તેનો છેલ્લો વીડિયો

હસ્તી ખેલતી મોટી સેલિબ્રિટીએ કેમ ગળેફાંસો ખાવો પડ્યો? અંતિમ વીડિયો આવ્યો સામે, જોતા જ રડી પડશો

આપઘાતના મામલાઓ દેશભરમાંથી સતત સામે આવી રહ્યા છે. ઘણા લોકો પોતાના જીવનથી કંટાળીને આપઘાત કરી લેતા હોય છે તો કોઈ આર્થિક તંગીના કારણે, ઘણા લોકો પોતાના જીવનમાં મળી રહેલી નિષ્ફ્ળતાઓના કારણે પણ મોતને વહાલું કરવાનું વિચારતા હોય છે. તો ઘણા લોકો અન્ય કોઈના માનસિક અને શારીરિક ત્રાસના કારણે પણ આપઘાત જેવા ભયાનક પગલાં ભરતા હોય છે. ત્યારે હાલ એક અભિનેત્રીના આપઘાતનો મામલો સતત ચર્ચામાં છે. જેણે ગળે ટુંપો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેએ વારાણસીની એક હોટલમાં ગળે ટુંપો ખાઈને આપઘાત કરી લીધો છે. આકાંક્ષા ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ઉભરતો ચહેરો હતી અને ઝડપથી આગળ વધી રહી હતી. તાજેતરમાં તેણે પવન સિંહ સાથેનું તેનું એક પોસ્ટર શેર કર્યું હતું. આકાંક્ષા દુબે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હતી અને દરરોજ તેના અંગત અને પ્રોફેશનલ લાઈફની તસવીરો કે વીડિયો શેર કરતી હતી.

આકાંક્ષા દુબેએ તેનો છેલ્લો વીડિયો 15 કલાક પહેલા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો જેમાં તે સેલ્ફી વીડિયો રેકોર્ડ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં, આકાંક્ષા ઑફ શોલ્ડર ટોપ પહેરીને ભોજપુરી ગીત પર પરફોર્મ કરતી જોઈ શકાય છે. લોકો માટે આકાંક્ષાના મોતના સમાચાર પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. કારણ કે થોડા કલાકો પહેલા જ તેણે પોતાનો હસતો વીડિયો પોસ્ટ કર્યો હતો.

આકાંક્ષા દુબેના નિધનના સમાચાર સાંભળ્યા બાદ લોકો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આવી રહ્યા છે અને તેની છેલ્લી પોસ્ટ પર કોમેન્ટ કરીને તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. જણાવી દઈએ કે આકાંક્ષા દુબે વારાણસીના સારનાથમાં હતી. અહીંની સોમેન્દ્ર હોટલમાંથી તેની ડેડબોડી મળી આવી છે. અભિનેત્રીની અચાનક વિદાય ઘણા પ્રશ્નો ઉભા કરી રહી છે. જોકે અત્યારે તેને આપઘાત માનવામાં આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by (@akankshadubey_official)

Niraj Patel