ટીવીનો સુપર હિટ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘણા વર્ષોથી લોકો જોઈ રહ્યા ચિ અને આ શોના કેટલા બધા પાત્રો હવે બદલાઈ ગયા છે. આ જ પાત્રોમાંથી એક છે મહેતા સાહેબનું પાત્ર. તારક મહેતાના મહેતા સાહેબનો રોલ કરનાર ફેમસ એક્ટર શૈલેષ લોઢાએ જ્યારે આ શોમાંથી નિવૃત્તિ લીધી ત્યારે લોકોને લાગી રહ્યું હતું કે કોઈ તેઓની જગ્યા નહીં લઈ શકે પણ સચિન શ્રોફ નામના સુપર એક્ટરે તેઓનું સ્થાન ખુબ જ સરસ રીતે નિભાવી લીધું છે.
એક્ટર સચિન શ્રોફ કે જે સિરિયલમાં લેખક મહેતા સાહેબનું પાત્ર ભજવે છે તેઓ 42 વર્ષની ઉંમરે બીજી વખત વરરાજા બન્યા છે. તેઓના મેરેજની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ લોકો શેર કરી રહ્યા છે અને વાયરલ થઇ રહી છે. આ ન્યૂઝ ફેન્સ માટે પણ ઇન્ટરેસ્ટિંગ છે.
ચાંદની સાથે તારક મહેતા શોના એક્ટર સચિન શ્રોફે લીધા સાત ફેરા 25 ફેબ્રુઆરી 2023ના રોજ સચિન શ્રોફે ઈવેન્ટ ઓર્ગેનાઈઝર અને ઈન્ટીરીયર ડીઝાઈનર ચાંદની કોઠી સાથે સાત ફેરા લીધા. હવે આ નવા સુંદર કપલના મેરેજની પહેલી તસવીરો સામે આવી છે. આ ખાસ અવસર પર સચિને કેસરી કલરની શેરવાની પહેરી હતી અને બંને પતિ પત્ની ખૂબ સરસ લાગી રહ્યા હતા.
મેરેજમાં સોનુ એટલે કે પલક સિંધવાણી, કુશ શાહ, તન્વી ઠક્કર, યશ પંડિત, જેનિફર મિસ્ત્રી, અંબિકા રંજનકર અને સચિનની ઓનસ્ક્રીન પત્ની સુનયના ફોજદાર, સ્નેહા ભાવસાર, કિશોર શહાણે, શીતલ મૌલિક હાજર રહ્યા હતા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામા તારકનું પાત્ર ભજવનાર ફેમસ એક્ટર સચિન શ્રોફના મેરેજમાં સમગ્ર કલાકારોની ટીમે દુલ્હા તરફથી મહેમાન બનીને ખૂબ જ આનંદ કર્યો હતો.
તમને જણાવી દઈએ કે આત્મારામ ભિડેની દીકરી સોનુ એટલે કે પલક સિંધવાની પણ નવદંપતિને અભિનંદન આપતી જોવા મળી હતી. અત્રે નોંધનીય છે કે અત્યાર સુધીમાં સચિનના ફેમિલીથી નવી વહુની ઓળખ છુપાવવામાં આવતી હતી, પણ લગ્ન અને અન્ય ફંક્શનના ફોટા સામે આવ્યા બાદ સચિન શ્રોફની પત્નીની ઓળખ પણ સામે આવી છે. તમને જણાવી દઈએ કે, ચાંદની એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝર અને ઇન્ટિરિયલ ડિઝાઈનર છે.
આ એક્ટરના મેરેજમાં `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`ના લગભગ બધા જ કલાકારો પહોચ્યા હતા. આ સિવાય `હુમ હૈ કિસી કે પ્યાર`ના કલાકારો પણ સચિનની ખુશીમાં સહભાગી થયા હતા. એક્ટરના લગ્ન ગઈકાલે 25 ફેબ્રુઆરીએ મુંબઈમાં પરિવાર અને મિત્રોની હાજરીમાં ચાંદની સાથે લગ્ન કર્યા હતા. ચાંદની વર્ષોથી અભિનેતાની બહેનની મિત્ર હોવાનું કહેવાય છે.